GSTV
Home » News » શ્રાવણમાં ‘ભગવાનમય’ વીરેંદ્ર સહેવાગ, ફેન્સ બોલ્યા: ‘જય શ્રી રામ

શ્રાવણમાં ‘ભગવાનમય’ વીરેંદ્ર સહેવાગ, ફેન્સ બોલ્યા: ‘જય શ્રી રામ

ટીમ ઇન્ડિયાના પૂર્વ વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન વીરેંદ્ર સહેવાગ સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ રહે છે. સહેવાગે તાજેતરમાં જ સોશિયલ મીડિયા સાઇટ ઈંસ્ટાગ્રામમાં એક તસવીર શેર કરી છે. આ તસવીર પર તેમના ફેન્સ અલગ-અલગ જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે.

‘મુલ્તાનના સુલ્તાન’ તરીકે ઓળખાતા ધાકડ બેટ્સમેને સોમવારે ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો, જેમાં તે ભગવા ઝભ્ભા અને ધોતીમાં દેખાયો. સહેવાગે આ ફોટો શેર કરી સાથે લખ્યું, “ભોલે કે ભક્ત, હનુમાન કે ચેલે, કુછ જીત લેંગે અકેલે.” ત્યારબાદ ફેન્સે બહુ કમેન્ટ્સ કરી. એક યૂઝરે લખ્યું, જય બાબા જી. લવ પાલીવાલ નામના એક યૂઝરે લખ્યું, “તમે તો ગુરૂજી છો, કેપ્શન જબરજસ્ત છે.” સહેવાગના આ ફોટોને એક જ કલાકમાં એક લાખ કરતાં પણ વધારે લાઇક મળી ગયાં.

દેશ પાંડે સર્વેશ નામના એક યૂઝરે લખ્યું, “રે સર આટલું ખુલીને હિંદુ ધર્મનું સમર્થન ન કરો… કેટલાક લોકો તમને કટ્ટરપંથી/મોદીભક્ત/સંઘી/ભગવા આતંકવાદી કહી દેશે.. તમે સેલિન્રિટી છો.. તમારે કંપલ્સરી લાલ સલામ બોલવું પડશે… હિંદુ ધર્મને ગાળો દેવી પડશે, મોદીને ગાળો દેવી પડશે, હિંદુ ધર્મની નિંદા કરવી પડશે, તમારે દેશને સેક્યુલરિઝમના પાઠ ભણાવવા પડશે, ત્યારે જ લોકો તમને પ્રોગ્રેસિવ કહેશે.. નહીંતર તમને રીગ્રેસિવ જ કહેશે..”

ઉલ્લેખનિય છે કે, આ પહેલાં પણ વીરેંદ્ર સહેવાગની આવી એક તસવીર આવી ચૂકી છે, જેમાં તે સાધુના વેશમાં જોવા મળ્યો હતો.

Related posts

રવિવારની રજાના દિવસે પણ આરટીઓમાં લોકોનો ધસારો જોવા મળ્યો

Nilesh Jethva

શું ભણવાની કોઈ ઉંમર હોય ના, જિંદગી માનવીને કંઈક ને કંઈક શીખવાડતી હોય છે…

pratik shah

બેંગલુરૂમાં ટી-20 મુકાબલામાં વરસાદ પહોંચાડી શકે છે ખલેલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!