GSTV
Gujarat Government Advertisement

100 ટકા પ્રયાસ નહી કરનારા ખેલાડી પર ભડકી જાય છે મુલ્તાનનાં સુલતાન, સ્પેશિયલ શોમાં બોલ્યો વિરેન્દ્ર સહેવાગ

Last Updated on November 7, 2020 by Mansi Patel

વીરેન્દ્ર સેહવાગ મેદાન પર ભલે હરીફ બોલર્સની ધોલાઈ કરવામાં  પાવરઘો હોય પરંતુ વાસ્તવિક જીવનમાં તે ખૂબ જ કૂલ રહે છે. તે તેના મજાકીયા સ્વભાવ માટે જાણીતો છે. તે ક્રિકેટ રમતો હતો ત્યારે ડ્રેસિંગરૂમમાં ખૂબ જ મજાક કરતો રહેતો હતો અને સાથી ખેલાડીનું મનોરંજન કરતો રહેતો હતો. જોકે કેટલાક એવા પણ પ્રસંગ આવ્યા છે જ્યારે મુલતાનના સુલતાન તરીકે જાણીતો સેહવાગ ગુસ્સે પણ ભરાઈ જતો હોય છે. વીરેન્દ્ર સેહવાગે સોશિયલ મીડિયા પર એક સ્પેશિયલ શોમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.

તાજેતરમાં આઇપીએલની એક મેચ બાદ એક શોમાં ફેન્સના સવાલના જવાબ આપી રહેલા સેહવાગને પૂછવામાં આવ્યું હતું કે મેદાન પર મેચ દરમિયાન તમને સૌથી વધારે ગુસ્સો ક્યારે અને શા માટે આવ્યો હતો? આ સવાલ પર સેહવાગે જણાવ્યું હતું કે મને મેદાન પર સૌથી વધારે ગુસ્સો ત્યારે આવે છે જ્યારે કોઈ ખેલાડી તેનું 100 ટકા યોગદાન આપતો ન હોય અથવા તો તેના માટે પ્રયાસ કરતો ન હોય અને આમ થવાને કારણે ટીમ મેચ હારી જતી હોય.

સેહવાગે ઉમેર્યું હતું કે હું મેદાન પર જતો હોઉં ત્યારે મારું 100 ટકા યોગદાન આપતો હોઉં છું અને બીજાએ પણ આમ કરવું જોઇએ. જેથી અમે એક ટીમ તરીકે રમીએ અને આમ ન થાય ત્યારે મને ગુસ્સો આવતો હોય છે એ સિવાય હું ક્યારેય ગુસ્સો કરતો નથી. એક યુઝરે પૂછ્યું હતું કે તમે સારું રમતા હો અને અમ્પાયર ખોટો આઉટ આપે તો કેવી લાગણી થાય ત્યારે સેહવાગે જવાબ આપ્યો હતો કે એવી જ લાગણી થાય જ્યારે તમે કોઈ છોકરીને પ્રપોઝ કરો અને તે તમને ના પાડી દે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર

Pravin Makwana

કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ

Dhruv Brahmbhatt

ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીનો ક્રશ કોણ છે? અભિનેત્રીએ વીડિયો શેર કરીને કર્યો ખુલાસો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!