GSTV
Home » News » રોહતકથી ભાજપની ટીકિટ પર લોકસભા ચૂંટણી લડી શકે છે વિરેન્દ્ર સહેવાગ

રોહતકથી ભાજપની ટીકિટ પર લોકસભા ચૂંટણી લડી શકે છે વિરેન્દ્ર સહેવાગ

ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ તાજેતરમાં સોશિયલ મીડિયામાં છવાયેલા છે. રમૂજી કોમેન્ટ નહીં, પરંતુ રાજનીતિને કારણે તેઓ ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં એવી અટકળોએ વેગ પક્ડ્યો છે કે સહેવાગ હરિયાણાની રોહતક બેઠક પરથી ભાજપની ટીકિટ પર લોકસભા ચૂંટણી લડી શકે છે. જોકે, આ સમાચારની સત્તાવાર પુષ્ટિ હજી સુધી થઇ નથી.

સમાચારમાં જણાવાઈ રહ્યું છે કે હરિયાણા ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની જે પેનલ તૈયાર કરી છે, તેમાં વિરેન્દ્ર સહેવાગનું નામ પણ છે. 2014ની લોકસભા ચૂંટણીમાં મોદી લહેર બાદ પણ ભાજપ રોહતક બેઠક જીતવામાં નિષ્ફળ રહી હતી. આ બેઠક પરથી કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડ્ડા સાંસદ છે.

રોહતક બેઠકને જાટ પ્રભુત્વવાળી મનાય છે અને વિરેન્દ્ર સહેવાગ પણ જાટ સમુદાયમાંથી આવે છે. એટલું જ નહીં, વિરેન્દ્ર સહેવાગ ભાજપની નીતીઓના પણ સમર્થક માનવામાં આવે છે, પરંતુ તેમની ઉમેદવારીની ચર્ચાઓ પૂરજોશમાં છે. આ અગાઉ પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને લઇને પણ અહેવાલ વહેતા થયા હતા કે તેઓ દિલ્હીથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે તેવી શક્યતાઓ છે. જોકે, બાદમાં ગૌતમ ગંભીરે આ અહેવાલને ફગાવ્યા હતાં.

સહેવાગની લોકપ્રિયતા: વિરેન્દ્ર સહેવાગ ક્રિકેટ મેદાનમાંથી સંન્યાસ લીધા બાદ ખૂબ જ લોકપ્રિય છે. તેમની લોકપ્રિયતાનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય છે કે ઈન્સ્ટાગ્રામ પર તેમના ફૉલોઅર્સની સંખ્યા 3.8 મિલિયન નજીક છે. ટ્વિટર પર તેમના ફૉલોઅર 18.4 મિલિયન છે. ટ્વિટર પર તેઓ રમૂજી અંદાજમાં ટ્વિટ કરે છે. ફેસબુક પર પણ તેમના ચાહકોની સંખ્યા લાખોમાં છે.

READ ALSO

Related posts

રણબીર માટે આટલી ઘેલી છે આલિયા ભટ્ટ, સાથે કામ કરવા માટે પાર કરી નાંખી તમામ હદો

Bansari

પાકિસ્તાન સિવાય તમામ મુસ્લિમ દેશો સાથે નરેન્દ્ર મોદીને સારા સંબંધો : પરેશ રાવલ

Mayur

ભાજપના આ પ્રવક્તાએ રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઉઠાવ્યા, કહ્યું કે…

Arohi