GSTV
Gujarat Government Advertisement

મોટી રકમ અને દર વર્ષે ફ્લોપ, 11 કરોડની કમાણી કરનારા મેક્સવેલ પર સહેવાગ અકળાયો

Last Updated on October 10, 2020 by Mansi Patel

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 2020ની સિઝન કેટલાક મોટા ખેલાડીઓ માટે દુખદ સ્વપ્ન બરાબર રહી છે. તેમાંથી એક ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ પણ છે. મેક્સી બેટિંગમાં કે બોલિંગમાં પોતાની ઇમેજ પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી. ફિલ્ડિંગમાં પણ તેમનો અભિગમ ખૂબ ખાસ રહ્યો નથી. હવે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગ પણ તેના પર ખૂબ ગુસ્સે ભરાયો છે.

વીરેન્દ્ર સેહવાગે ગ્લેન મેક્સવેલ પર કોમેન્ટ કરતા કહ્યું હતું કે  ‘ખબર નહીં કે સારું પ્રદર્શન કરવા માટે મેક્સવેલને કયા પ્લેટફોર્મની જરૂર છે. તે ટોપ ઓર્ડરમાં આવ્યો જ્યારે પંજાબે (સનરાઇઝર્સ હૈદરાબાદ સામે) બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારે પુષ્કળ ઓવર બાકી હતી, પરંતુ તે ફરી એકવાર ફ્લોપ રહ્યો હતો. તે સમયે તેના પર કોઈ દબાણ ન હતું, પરંતુ તે સારું પ્રદર્શન કરી શક્યો નહીં.’

કિંગ્સ ઇલેવન પંજાબના કોચ રહેલા સેહવાગે કહ્યું કે હું તેની માનસિકતા સમજી શકતો નથી, કારણ કે મેક્સીની આ દર વર્ષની વાર્તા છે. તે હરાજીમાં મોંઘામાં વેચાય છે, પરંતુ પ્રદર્શનમાં કોઈ ખાસ તફાવત નથી. તેમ છતાં દરેક ફ્રેન્ચાઇઝી તેમની પાછળ દોડે છે. મેક્સવેલે આઈપીએલ-2020માં અનુક્રમે 13, 11, 11, 7 રન બનાવ્યા છે. આ વર્ષે મેક્સવેલ સૌથી ખર્ચાળ ખેલાડીઓમાંનો એક હતો. તેને આ સિઝનમાં 10.75 કરોડની જંગી બોલી સાથે પંજાબે ખરીદ્યો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર/ ખેડૂતોની આવક બમણી કરવા માટે ઈઝરાયેલથી આવશે વૈજ્ઞાનિકો, ગુજરાતના ગામડાઓ પણ થયા પસંદ

Pritesh Mehta

જેવા સાથે તેવા / ભારતે પાકિસ્તાનને વધુ એક મોરચે આપ્યો મોટો ઝટકો, આ ઈન્ડસ્ટ્રીઝ સાફ થઈ જશે અને વેપારીઓ બરબાદ

Harshad Patel

કાળો કહેર / દેશમાં કોરોનાની બીજી લહેરના ભોગ બન્યા 750થી પણ વધુ ડૉક્ટરો, સૌથી વધારે મોત આ રાજ્યમાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!