GSTV
Home » News » Video: શોએબ અખ્તરે કહ્યું- વર્લ્ડ કપમાં ભારતને મરજીની પિચ, સહેવાગે કરી દીધી બોલતી બંધ

Video: શોએબ અખ્તરે કહ્યું- વર્લ્ડ કપમાં ભારતને મરજીની પિચ, સહેવાગે કરી દીધી બોલતી બંધ

વર્લ્ડ કપ 2019માં ભારત પોતાની આગામી મેચ પાકિસ્તાન સામે રવિવારે એટલે કે 16 જૂને રમશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષોથી રસાકસીની મેચ થતી આવી છે. આ દુનિયાની સૌથી શાનદાર મેચમાંથી એક ગણાય છે. એક સમયે મેદાન પર એકબીજાના કટ્ટર હરિફ ગણાતા શોએબ અખ્તર અને વીરેન્દ્ર સહેવાગ ફરી એકવાર આમને-સામને આવી ગયા છે. શોએબ અખ્તરે પોતાના યુટ્યુબ ચેનલ પર સહેવાગનું ઇન્ટરવ્યું લીધું જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચને લઇને ચર્ચા કરવામાં આવી. શોએબ અખ્તરે પોતાના યુટ્યુબ ચેનલ પર સહેવાગનું ઇન્ટરવ્યુ લીધું જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઇને ચર્ચા કરવામાં આવી. શોએબ અખ્તરે વીરેન્દ્ર સહેવાગને પૂછ્યું કે પાકિસ્તાન અને ભારતની મેચ શું આ વર્લ્ડ કપ ફાઇનલ પહેલાની ફાઇનલ છે.

વીરેન્દ્ર સહેવાગે કહ્યું, બિલકુલ આ ફાઇનલ પહેલાની ફાઇનલ નથી પરંતુ ભારત અને પાકિસ્તાન વર્લ્ડ કપની ફાઇનલમાં ક્યારેય નથી રમ્યુ. જેવું આપણને ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઇનલ જોવા મળ્યો હતો. તેથી મીડિયા આ મેચને લઇને હાઇપ ક્રિએટ કરી દે છે અને તેને ફાઇનલ પહેલાની ફાઇનલ બનાવી દે છે.

વીરેન્દ્ર સહેવાગે કહ્યું, જો ભારત અને પાકિસ્તાન આ વખતે વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી જેવું કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં થયું હતું તો તે ફાઇનલ જોવાની મજા કંઇક અલગ જ હશે. તેથી આ ફાઇનલ પહેલાની ફાઇનલ નથી. પરંતુ બંને ટીમો પોતાનો દબદબો બનાવવા ઇચ્છશે. શોએબ અખ્તરે વીરેન્દ્ર સહેવાગે પૂછ્યું કે, ઘણાં ક્રિકેટર્સ કહે છે કે ભારત વર્લ્ડ કપમાં પોતાની મરજીથી વિકેટ બનાવડાવી રહ્યું છે અને આઇસીસીમાં ક્યારેક પૈસા પણ ઇન્વેસ્ટ કરી રહ્યું છે. મે કહ્યું આ કેવી રીતે શક્ય છે. આ આઇસીસીની ટૂર્નામેન્ટ છે. શું આ વાત સાચી છે.

તેના પર વીરેન્દ્ર સહેવાગે કહ્યું કે, એટલે કે તમને પણ લાગે છે કે આ વાત સાચી છે. મને લાગે છે કે લોકોનું કામ છે બોલવું. હું હંમેશા કહ્યું છું, હાથી મસ્ત ચાલે છે અને કૂતરાઓ ભસતા રહે છે. વીરેન્દ્ર સહેવાગે કહ્યું, જો હકીકતમાં આ અમારા હાથમાં હોત તો તે પિચ પર જે થોડી ઘાસ છે તેને પણ સાફ કરીને વિકેટ ક્લીન કરાવી દેત. કારણ કે અમને તેવી વિકેટ પર રમવાની આદત છે.

જણાવી દઇએ કે વર્લ્ડકપ 2019ની સૌથી રોમાંચક મેચ 16 જૂને થશે. બે ચિર પ્રતિદ્વંદ્વી મેનચેસ્ટરના ટ્રેંટ બ્રિજમાં એકબીજાને જબરજસ્ત ટક્કર આપશે. ફરી એકવાર ક્રિકેટમાં ભારત-પાકિસ્તાન સામસામે આવશે. પાકિસ્તાન પણ આ વખતે ‘કરો યા મરો’ માટે તૈયાર છે.

આ મેચને ઈંગ્લેન્ડના હવામાનનો કેટલો સાથ મળે છે એ જોવાનું રહ્યું, પરંતુ ક્રિકેટ રસિયાઓ માટે હવામાન વિભાગનું અનુમાસ નિરાશાજનક છે. હવામાન વિભાગ અનુસાર, રવિવારે મેનચેસ્ટરમાં વાદળો છવાયેલાં રહેશે અને થોડો-થોડો વરસાદ પણા રહેશે. ઉલ્લેખનિય છે કે, ગુરૂવારે ન્યૂઝિલેન્ડ સામેની મેચમાં પણ વરસાદ વિલન બની ચૂક્યો છે.

Read Also

Related posts

હાર્દિકને છોડી ટીમ ઇન્ડિયાના આ હેન્ડસમ હંકને ડેટ કરવા લાગી ઉર્વશી રૌતેલા, પ્રાઇવેટ ફોટોઝ થયા લીક

Bansari

સુરત : શિક્ષિકાએ વિદ્યાર્થિનીને લાકડીની સોટીથી ફટકારી, ફરિયાદ કરી તો ડબલ સજા ફટકારી

Nilesh Jethva

આ છે વિરાન અને ભયાવહ શહેર, જે એક ડરનાં કારણે રાતો રાત થઈ ગયું હતું ખાલી,

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!