GSTV

વીરેન્દ્ર સેહવાગ અને સરદાર સિંઘનો નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ સમિતિમાં સમાવેશ કરાયો

કેન્દ્રિય રમત મંત્રાલયે નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ 2020 માટે એક પસંદગી સમિતિની રચના કરી હતી જેમાં ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ અને ભૂતપૂર્વ હોકી કેપ્ટન સરદાર સિંઘને સામેલ કરવામાં આવ્યા છે. મંત્રાલય દ્વારા કરાયેલી જાહેરાત મુજબ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ મુકુંદમ શર્મા આ સમિતિના ચેરમેન રહેશે.

સમિતિના સભ્યોમાં આ નામોનો સમાવેશ


સમિતિના સભ્યોમાં સેહવાગ (ક્રિકેટ), સરદાર (હોકી), મોનાલિસા બરુઆ મહેતા (ટેબલ ટેનિસ), દીપા મલિક (પેરા એથ્લેટિક્સ) અને વેંકટેશન દેવરાજન (બોક્સિંગ) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રખ્યાત સ્પોર્ટ્સ કોમેન્ટેટર મનીષ બટાવિયા, રમતગમત પત્રકાર આલોક સિંહા અને નીરુ ભાટિયા પણ સમિતિમાં રહેશે. રમત મંત્રાલયના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર જનરલ સંદીપ પ્રધાન, રમત વિભાગના જોઇન્ટ સેક્રેટરી એલ. એસ. સિંઘ અને ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ (ટોપ્સ) યોજનાના સીઇઓ રાજેશ રાજાગોપલાન પણ સમિતિમાં રહેશે.

દ્રોણાચાર્ય એવોર્ડ માટે અધ્યક્ષમાં એવા બે વધારાના સભ્યોનો સમાવેશ


દ્રોણાચાર્ય એવોર્ડ માટે અધ્યક્ષમાં એવા બે વધારાના સભ્યોનો સમાવેશ થઈ શકે છે. જેમને દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે. આ સમિતિ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, દ્રોણાચાર્ય એવોર્ડ, અર્જુન એવોર્ડ, ધ્યાનચંદ એવોર્ડ, રાષ્ટ્રીય રમત પ્રમોશન એવોર્ડ અને મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફીના વિજેતાઓની પસંદગી કરશે. આ પુરસ્કાર 29મી ઓગસ્ટે મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મ દિવસે સ્પોર્ટ્સ ડેના પ્રસંગે આપવામાં આવે છે.

Related posts

પત્નીને અસંતોષ છે ઘોડા જેવા છે આ ઉપાયો, શિશ્નની સાઈઝને સાઈડ પર રાખી આ રીતે સંબંધોનો આનંદ લો

Karan

લોક સુનાવણીમાં લોકોનો વિરોધ જોતા કલેકટરે ચાલતી પકડી, વડાપ્રધાનના હસ્તે કરાયું હતું આ પ્લાન્ટનું ઉદ્ઘાટન

Nilesh Jethva

મોદી સરકારની વધશે મુશ્કેલી/ રાજીનામુ આપ્યા બાદ હરસિમરત કૌરની ખુલ્લી ચેતવણી, અત્યાર સુધી હાથ જોડ્યા, હવે દિલ્હીની દિવાલો હચમચાવીશું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!