GSTV
Home » News » VIDEO : બીજા જ બોલમાં સિક્સર ફટકારી વિરેન્દ્ર સહેવાગે જૂની યાદોં તાજી કરી દીધી

VIDEO : બીજા જ બોલમાં સિક્સર ફટકારી વિરેન્દ્ર સહેવાગે જૂની યાદોં તાજી કરી દીધી

સિંહ ગમે તેટલો વૃદ્ધ થઇ જાય પરંતુ સિંહ હંમેશા સિંહ રહે છે. જે ઉદાહરણ સાબિત કરી બતાવ્યું છે ભારતીય ટીમના એક સમયના ઘાતક ઓપનર વિરેન્દ્ર સહેવાગે. વિરેન્દ્ર સહેવાગ જ્યારે બેટીંગ કરવા માટે ઉતરતો હતો ત્યારે શરૂઆતમાં તેની ઘાતક બેટીંગ જોઇ સામેવાળી ટીમ હક્કી બક્કી રહી જતી હતી.

વિરેન્દ્રના નિવૃત થતાની સાથે જ ઘણા બોલરોએ રાહતનો શ્વાસ લીધો હતો, કારણ કે મેદાનમાં આવતા જ બોલરોની બેરહેમી પૂર્વક ધોલાઇ કરી નાખવી હિન્દીમાં કહીએ તો કુટાઇ કરી નાખવી આ એક માત્ર ઉસૂલ વિરેન્દ્ર સહેવાગનો રહ્યો છે.

આજે નિવૃત થઇ ચૂકેલા વિરેન્દ્ર સહેવાગ કર્ણાટક ચલન ચિત્ર કપ ટૂર્નામેન્ટમાં રમવા માટે ઉતર્યા હતા. જ્યાં બીજા જ બોલમાં સિક્સર ફટકારી વિરેન્દ્ર સહેવાગે જૂની યાદોં તાજી કરી દીધી હતી. 10-10 ઓવરની આ મેચ હાલ છ ટીમો વચ્ચે થઇ રહી છે.

જેમાં સહેવાગે 17 બોલમાં 27 રન ફટકાર્યા હતા. તેના ધમાકેદાર પરફોર્મન્સ બાદ સહેવાગે ટ્વીટર પર વીડિયો શેર કર્યો હતો. જેમાં લખ્યું હતું કે…

ઉસૂલ તબ ભી વહી થા આજ ભી વહીં હૈ, શુભ કામ મૈં દેર કેસી
એન્ટરટેઇનમેન્ટ એન્ટરટેઇનમેન્ટ એન્ટરટેઇનમેન્ટ વોઝ ફન બેટીંગ ટુડે

સહેવાગની આ બેટીંગ પછીથી તો ઘણા ફેન્સ એવું કહી રહ્યા હતા કે સહેવાગે હવે ફરી ઇન્ડિયન ટીમમાં સામિલ થઇ જવું જોઇએ. કારણ કે ટેસ્ટમાં બે વખત ત્રેવડી સદી ફટકારનારો અને એ પણ મેદાનમાં સિક્સર અને ચોગ્ગાની વર્ષા કરી, તે ભારતમાં માત્ર વિરેન્દ્ર સહેવાગના નામે અંકિત છે. આવો  કારનામો સહેવાગ સિવાય બીજો ક્યો ખેલાડી કરી શકે.

Related posts

અભિનેત્રી મોની રોય ગુલાબી રંગની સાડીમાં લાગી રહી છે એકદમ ખુબસુરત, સ્ટાઈલીશ લુકને કરો ટ્રાય

pratik shah

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

મલાઈકા, અર્જુન, કરિના, આલિયા સાથે અનેક સ્ટાર્સ જોવા મળ્યા કરણ જૌહરના ઘરે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!