રમત-જગતના આ દિગ્ગજ મહાનુભાવોએ પોતાના ચાહકોને દિવાળીની શુભેચ્છાઓ આપી

7 નવેમ્બરે દિવાળી પર્વ છે. લોકો હર્ષોલ્લાસપૂર્વક પરિવાર સાથે દિવાળી પર્વ મનાવી રહ્યાં છે. પ્રકાશના પર્વ એવા દિવાળીએ લોકો જૂની વાતોને ભૂલી જઈને નવા વર્ષથી નવા કાર્યમાં જોડાઈ જતા હોય છે. દિવાળીના પર્વ પર લોકો એકબીજાને શુભકામનાઓ પણ પાઠવે છે. તો દિવાળીના પર્વ પર રમત-જગતના મહાનુભાવોએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર દિવાળીની શુભેચ્છા પાઠવીને એક શુભ સંદેશ લોકોને મોકલ્યો છે.

ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેનવિરેન્દ્ર સહેવાગ સહિત રમત-જગતની દિગ્ગજ હસ્તિઓએ ટ્વિટર પર પોતાના પ્રશંસકોને દીપાવલીનીશુભેચ્છાઓ પાઠવી છે. સહેવાગે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કર્યુ, ‘તમે જ્યાં પર જાઓ ત્યાં ચમક છોડીનેઆવો. તમે જ્યાં પણ જાઓ, ત્યાં રોશની અને પ્રેમ હોય. તમને બધાને દિવાળીનીશુભેચ્છાઓ.’

પૂર્વ ભારતીય ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે ટ્વિટ કર્યુ, ‘તમને બધાને ખૂબખુશ અને સમૃદ્ધ દિવાળીની શુભેચ્છાઓ. લાખો દીવડા તમારાજીવનમાં અનંત આનંદ, સમૃદ્ધિ અને ધનની સાથે હંમેશા માટે ઉજાગર થાય.’

ભારતીય બેડમિન્ટન સ્ટાર સાઇના નહેવાલે પોતાની તસ્વીર ટ્વિટર પરશેર કરીને પોતાના ચાહકોને શુભકામના પાઠવી છે.

ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે ટ્વિટર પર ‘હેપી દિવાલી’ની તસ્વીર શેરકરીને પોતાના પ્રશંસકોને શુભકામના પાઠવી છે.

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે ટ્વિટર પર ‘હેપી દિવાલી’ની તસ્વીર શેરકરીને પોતાના પ્રશંસકોને શુભકામના આપી છે.

તો બીસીસીઆઈએ પણ દિવાળીના આનંદના પર્વ પર પોતાના ચાહકોન શુભેચ્છાઓ પાઠવી છે.

ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણે ટ્વિટર પર પોતાની તસ્વીર શેર કરીનેપોતાના ચાહકોને શુભેચ્છાઓ આપી છે.

ભારતીય ટીમના મુખ્ચ કોચ રવિ શાસ્ત્રીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરપોતાની અને વેસ્ટ ઈન્ડીઝ ટીમ સામેની ટી-20માં કેપ્ટનની જવાબદારી નિભાવનારા રોહિતશર્માની તસ્વીર શેર કરીને પોતાના ચાહકોને શુભેચ્છાઓ પાઠવી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter