GSTV
Home » News » 204 રનનો વિરાટ સ્કોર પણ ‘વિરાટ’ ની સેના સામે પડ્યો નાનો, ઓકલેન્ડમાં ભારતની 6 વિકેટે જીત

204 રનનો વિરાટ સ્કોર પણ ‘વિરાટ’ ની સેના સામે પડ્યો નાનો, ઓકલેન્ડમાં ભારતની 6 વિકેટે જીત

ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટી-20 સીરિઝમાં પ્રથમ મેચ એ ઓકલેન્ડના ઇડન પાર્ક મેદાનમાં રમાઈ હતી. ટોસ હારીને પ્રથમ બેટીંગ કરનાર ન્યૂઝિલેન્ડની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. ભારતને જીત માટે ન્યૂઝિલેન્ડે 204 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

ન્યૂઝિલેન્ડ તરફથી કોલિન મુનરોએ સૌથી વધારે 59 રન બનાવ્યા છે. કેપ્ટન કેન વિલિયમસને 51 રન અને રોસ ટેલરે 54 રન બનાવતાં ન્યૂઝિલેન્ડે 200 રનનો લક્ષ્યાંક વટાવ્યો હતો. જ્યારે તેના જવાબમાં ઉતરી ટીમ ઈન્ડિયા એ 19 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 204 રન બનાવીને મેચ જીતી લીધી છે. ભારતીય બોલરો ઝડપી વિકેટ પાડવામાં નિષ્ફળ રહ્યા હતા.

ભારત તરફથી લોકેશ રાહુલે 27 બોલમાં ધમાકેદાર 56 રનની ઈનિંગ રમી છે. જેમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન કોહલી અડધી સદીથી ચૂકી ગયો . કોહલીએ 32 બોલમાં 45 રનની ઈનિંગમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.

ભારતની જીતની ઈનિંગ રમનાર શ્રેયસઅય્યર અને મનીષ પાંડે છે. આ બેટ્સમેનોએ તરખાટ મચાવ્યો હતો. શ્રેયસ અય્યરે 29 બોલમાં 58 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી જેમાં 3 છગ્ગા અને 5 ચોગ્ગા શામેલ હતા. જ્યારે મનીષ પાંડે એ 12 બોલમાં 14 રનની ઈનિંગ રમી હતી.

ભારત અને ન્યૂઝીલેન્ડ

  • ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 5 વિકેટે 203 રન કર્યા,
  • મુનરોએ 59, વિલિયમ્સને 51 અને ટેલરે 54 રન કર્યા
  • રોસ ટેલરે 6 વર્ષમાં પહેલીવાર T-20માં ફિફટી મારી
  • છેલ્લે 2014માં દક્ષિણ આફ્રિકા સામે 62 રન કર્યા હતા.
  • ગુપ્ટિલ અને મુનરોએ પ્રથમ વિકેટ માટે 7.5 ઓવરમાં 80 રન કર્યા,
  • મુનરોએ 10મી ફિફટી મારી

ભારતની પ્લેઈંગ 11: રોહિત શર્મા, કેએલ રાહુલ(વિકેટકીપર), વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, મનીષ પાંડે, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને શાર્દુલ ઠાકુર.

ન્યૂઝીલેન્ડની પ્લેઈંગ 11: કેન વિલિયમસન (કેપ્ટન),કોલિન મુનરો, માર્ટિન ગુપ્ટિલ, રોસ ટેલર, કોલિન ડી ગ્રાન્ડહોમ, મિશેલ સેન્ટનર, ટિમ સેઈફર્ટ (વિકેટકીપર), હમિશ બેનેટ, ઇશ સોઢી, ટિમ સાઉથી અને બ્લેર ટિકનર.

READ ALSO

Related posts

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana

અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું- હું અહીં ફરી આવીશ, ટૂંક સમયમાં અમે મોટી ટ્રેડ ડીલ કરીશું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!