GSTV

ભારતની 30 વર્ષ રક્ષા કરીને વિરાટ યુદ્ધ જહાજ રાતે ભાવનગર આવીને હવે ભંગાર બનવા તૈયાર, મુંબઈથી છેલ્લી સફરની છેલ્લી તસવીરો

Last Updated on September 20, 2020 by

ભારતીય નૌકાદળમાં ત્રણ દાયકા સુધી સેવા આપ્યા પછી, યુદ્ધ જહાજ INS વિરાટ તેની અંતિમ સફર તરફ પ્રયાણ કર્યું છે. 2017માં યુદ્ધ જહાજે નિવૃત્તી લીધી હતી. શનિવારે મુંબઇના નેવલ ડોકયાર્ડમાં લંગરાયેલા ત્યાંથી ગુજરાતના અલંગ ખાતે ભાંગવા માટે મોકલી અપાયું છે. ભાવનગરમાં વિરાટનું આગમન રવિવારે મોડી રાત્રે થશે. 23 જુલાઈ, 2016 ના રોજ, વિરાટે મુંબઇની વચ્ચે કોચીની અંતિમ યાત્રા કરી હતી. ત્યાર બાદ તેને નિવૃત્ત કરી દેવામાં આવ્યું હતું. વિરાટે સેવા દરમિયાન 10 લાખ નોટિકલ કિલોમીટર (7,00,000 માઇલ) સફ કરી હતી. જે પૃથ્વીના 27 ચક્કર થાય.

વિરાટને શ્રી રામ ગ્રૂપે હરાજીમાં 38.54 કરોડમાં ખરીદ્યયું હતું. ઉચ્ચ ગુણવત્તાની સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં બુલેટપ્રૂફ મટિરિયલ છે. બાઇક બનાવવા માટે વિરાટ લોખંડનો ઉપયોગ કરી શકાય છે. શ્રીરામ ગ્રુપ અનુસાર વિરાટને સંપૂર્ણ રીતે નાના ટુકડા કરી દેવામાં એક વર્ષનો સમય લાગશે. શ્રીરામ ગ્રુપ પાસે ગુજરાતના અલંગમાં એશિયામાં સૌથી મોટો સ્ક્રપકાર્ડ છે. વિરાટનું વજન 28,700 ટન છે.

વિરાટે જુલાઈ 1989 માં શ્રીલંકામાં શાંતિ સ્થાપવા ઓપરેશન ગુરુમાં ભાગ લીધો હતો. 2001માં સંસદના હુમલા બાદના ઓપરેશનમાં ભૂમિકા ભજવી હતી. 2250 દિવસ સુધી દરિયાના મોજાઓ પર વિરાટ તરતું રહ્યું હતું. લંબાઈ 226 મીટર અને પહોળાઈ 49 મીટર છે. 150 અધિકારીઓ અને 1500 ખલાસીઓ રહી શકતા હતા. વિરાટ સમુદ્ર પર એક શહેર જેવું મોટું હતું. વિરાટે ભારત પહેલાં બ્રિટનની રોયલ નેવીમાં 25 વર્ષ એચએમએસ રાયમ્સ તરીકે સેવા આપી હતી. આના પર, પ્રિન્સ ચાર્લ્સે નૌકા અધિકારીની તાલીમ પૂર્ણ કરી હતી. ફોકલેન્ડ યુદ્ધમાં બ્રિટીશ નૌકાદળ વતી તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી.

READ ALSO

Related posts

હવે આ સેવાઓ સાથે સંકળાયેલા લોકો નહીં કરી શકે હડતાળ, સંસદમાં પસાર થયો બિલ: વિપક્ષે કહ્યું- તાનાશાહી

Zainul Ansari

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari

ચમયચક્ર બદલાયું / એક સમયે પાણીથી સમૃદ્ધ ઈરાનમાં જળસંકટ ઘેરાયું, અનેક વિસ્તારોની સ્થિતિ અત્યંત વિકટ બની

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!