ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલીએ સોફ્ટ ડ્રિંક કંપનીની કરોડો રૂપિયાની ડિલ ઠુકરાવી દીધી છે. એક રિપોર્ટ અનુસાર, વિરાટ કોહલી પોતે સોફ્ટ ડ્રિંક નથી પીતો તેથી તેણે સોફ્ટ ડ્રિંક કંપનીની સાથે ડિલ કરવાનો ઇન્કાર કરી દીધો છે.
વાસ્તવમાં વિરાટની ફિટનેસ ટ્રેનિંગ સિસ્ટમમાં સોફ્ટ ડ્રિંક્સનું કોઇ સ્થાન નથી, વિરાટ પોતાની જાતને ફિટ રાખવા માટે જિમમાં સતતમાં એક્સસાઇઝ કરતો જોવા મળે છે. ચર્ચા તો એવી પણ છે, વિરાટનું પીવાનું પાણી પણ ફ્રાન્સથી આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિરાટે કહ્યુ કે, ”હું માત્ર તે જ પ્રોડક્ટનું પ્રમોશન કરું છું જેનો હું યૂઝ કરું છું.” વિરાટે આગળ કહ્યુ કે, ”પહેલા હું પોતો સમજું છું કે આ હું કરી શકીશ પછી જ મારા સાથી પ્લેયર્સને કરવા માટે કહું છું.”
2001માં પૂર્વ બેડમિન્ટન સ્ટાર પી. ગોપીચંદે પણ આ પ્રકારની ઑફર ઠુકરાવી દીધી હતી. ત્યારે તેમણે કહ્યુ હતુ કે, ”હું યોગા, ધ્યાન અને ડાયટ કરું છું. મેં સોફ્ટ ડ્રિંક્સ ન પીવાનો સંકલ્પ કર્યો છે, જ્યારે મને 2001માં ઑલ ઇંગ્લેન્ડ ટાઇટલ જીત્યુ હતુ, ત્યારે મને આ ઑફર મળી હતી. જોકે હું કોઇ સોફ્ટ ડ્રિંક્સ પીતો નથી, તેથી મેં તેના પ્રચાર માટે ઇન્કાર કરી દીધો.”