GSTV

વિરાટ કોહલીની ટી20 કેપ્ટન્શીપનો આજે આવશે અંત, આ 4માંથી એક બનશે ભારતનો આગામી કેપ્ટન

કેપ્ટન

Last Updated on November 8, 2021 by Bansari

ભારત માટે T20 World Cup 2021 ખૂબ જ ભયંકર સાબિત થયો છે. રવિવારે ન્યૂઝીલેન્ડની અફઘાનિસ્તાન સામેની જીત સાથે, ભારત T20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયું. ભારત અને નામિબિયા વચ્ચે સોમવારે રમાનારી મેચ ટી20 કેપ્ટન તરીકે કોહલીની કેપ્ટનશિપની છેલ્લી મેચ હશે. કોહલીએ પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે તે T20 વર્લ્ડ કપ 2021 પછી T20 કેપ્ટન પદ છોડી દેશે. આ વખતે ભારતને પ્રથમ વખત વર્લ્ડ કપ (T20 અને ODI)માં પાકિસ્તાને હરાવ્યું અને પછી બાકીની કસર ન્યુઝીલેન્ડે પૂરી કરી દીધી. શાસ્ત્રી અને તેમના કોચિંગ સ્ટાફની આ છેલ્લી મેચ હશે. જ્યાં સુધી કોહલીની વાત છે તો તેને આગામી દિવસોમાં વનડેની કેપ્ટનશિપ પણ ગુમાવવી પડી શકે છે. 2023ના ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને BCCI ટીમ ઈન્ડિયા માટે નવા કેપ્ટનની તલાશ કરશે, જે વર્લ્ડ કપ જેવી ટૂર્નામેન્ટ જીતી શકે. વિરાટ કોહલી 2023 ODI વર્લ્ડ કપ સુધીમાં 34-35 વર્ષનો થઈ જશે. તમને જણાવી દઈએ કે 4 એવા ધાકડ ક્રિકેટર છે, જે વિરાટ કોહલીની જગ્યાએ ટીમ ઈન્ડિયાના પરમનેન્ટ કેપ્ટન બની શકે છે.

રોહિત શર્મા

કેપ્ટન

ભારતનો આગામી કેપ્ટન બનવા માટે રોહિત શર્મા પહેલી પસંદગી હશે. રોહિત શર્માને કેપ્ટન તરીકે મોટી ટુર્નામેન્ટ જીતવામાં માહેર માનવામાં આવે છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સે 5 વખત આઈપીએલ ટ્રોફી જીતી છે. રોહિત શર્માએ ટીમ ઈન્ડિયા માટે સ્ટેન્ડબાય કેપ્ટન રહીને એશિયા કપ અને નિદહાસ ટ્રોફી ટ્રાઇ સિરીઝ જેવી મોટી ટુર્નામેન્ટની ટ્રોફી જીતી છે. રોહિત શર્માને મહેન્દ્ર સિંહ ધોનીની જેમ જ શાનદાર કેપ્ટન માનવામાં આવે છે.

રિષભ પંત

ઋષભ પંત ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન બની શકે છે. પંતે છેલ્લા કેટલાક મહિનામાં ટીમ ઈન્ડિયા માટે ઉમદા પ્રદર્શન કર્યું છે અને આ જ કારણ છે કે ત્રણેય ફોર્મેટમાં તેનું સ્થાન નિશ્ચિત થઈ ગયું છે. રિષભ પંત સ્માર્ટ માઇન્ડ ધરાવે છે. ઋષભ પંતમાં કેપ્ટન બનવાના તમામ ગુણો છે. પંતે આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરતી વખતે શાનદાર પ્રદર્શન કર્યું છે.

કેએલ રાહુલ

જો ભારતને નવો કેપ્ટન બનાવવો હોય તો કેએલ રાહુલ સારો વિકલ્પ છે. તેણે સારું પ્રદર્શન કર્યું છે. ઈંગ્લેન્ડમાં પણ તેની બેટિંગ ઘણી સારી હતી. તે IPL તેમજ 50 ઓવરની ક્રિકેટમાં ઇન્ટરનેશનલ લેવલ પર સારો દેખાવ કરી રહ્યો છે. આગામી T20 વર્લ્ડ કપ 2022માં ઓસ્ટ્રેલિયામાં રમાશે, જે કોવિડ-19 મહામારીને કારણે એક વર્ષ માટે મુલતવી રાખવામાં આવ્યો હતો. ભારત 2023માં ODI વર્લ્ડ કપની યજમાની કરશે. આવી સ્થિતિમાં કેએલ રાહુલ પાસે ભારતનો આગામી કેપ્ટન બનવાની તક હશે. કેએલ રાહુલ એક શાનદાર કેપ્ટન, એક શાનદાર વિકેટકીપર અને ગજબ બેટ્સમેન છે.

શ્રેયસ અય્યર

શ્રેયસ

મુંબઈના 26 વર્ષીય બેટ્સમેન શ્રેયસ અય્યરે વર્ષ 2017 માં ભારતીય ટીમ માટે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. કેપ્ટનશીપ વિશે વાત કરીએ તો, ઐયરને IPL 2018માં દિલ્હી ડેરડેવિલ્સ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પછી, IPL 2020 માં, દિલ્હી કેપિટલ્સની ટીમ ફાઇનલ સુધી સફર કરી હતી. શ્રેયસ અય્યરે તાજેતરમાં નિર્ણય લીધો છે કે તે આગામી સિઝનમાં દિલ્હી કેપિટલ્સ ટીમ છોડી દેશે અને હરાજીમાં પોતાનું નામ આપશે. અય્યર લાંબા સમય બાદ બીજી નવી ટીમમાં જોવા મળી શકે છે. ખાસ કરીને ઘણી ટીમો તેને પોતાનો કેપ્ટન બનાવવા માંગે છે. આ લિસ્ટમાં પહેલું નામ RCBનું આવે છે. આ સંદર્ભમાં, એવું કહેવું ખોટું નહીં હોય કે તે ભારતીય ટીમની કેપ્ટનશિપનો મુખ્ય દાવેદાર છે.

Read Also

Related posts

મુર્ખામીની હદ છે/ ચેલેન્જના ચક્કરમાં યુવકે ડિયોડ્રેંટ સાથે કર્યો એવો ખેલ, ફ્રીઝ થઇ ગયા નિપ્પલ

Bansari

Amazon ફરી વિવાદમાં/ તિરંગા વાળી ટી-શર્ટ અને જૂતા વેચવાના આરોપમાં જોરદાર વિરોધ, Twitter પર બૉયકૉટ કેમ્પેન થયુ ટ્રેન્ડ

Bansari

કામની વાત/ ગીઝર અને હીટર યુઝ કર્યા બાદ પણ ઓછુ આવશે વીજળીનું બિલ, બસ કરી લો આ 2 કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!