GSTV
Home » News » પાકિસ્તાન વિરુદ્ધ કોહલીનો ધમાકો, તોડયો માસ્ટરબ્લાસ્ટરનો વર્લ્ડ રેકોર્ડ

પાકિસ્તાન વિરુદ્ધ કોહલીનો ધમાકો, તોડયો માસ્ટરબ્લાસ્ટરનો વર્લ્ડ રેકોર્ડ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ વન-ડે ક્રિકેટમાં 11 હજાર રન પૂર્ણ કર્યાં છે. માન્ચેસ્ટરના ઓલ્ડ ટૈફર્ડ મેદાનમાં પાકિસ્તાન વિરુદ્ધ રમાય રહેલી વર્લ્ડ કપની મેચમાં કપ્તાન કોહલીએ આ સિદ્ધી હાંસલ કરી. પોતાની 230મી મેચ રમી રહેલા કોહલી 11 હજાર રન કરનારા ત્રીજા ભારતીય બન્યા છે.

ઉલ્લેખનીય છે કે વિરાટનું નામ પહેલેથી જ ઓછી ઈનિંગ્સમાં 8000, 9000 અને 10000 રનને પૂરા કરવા માટે વિશ્વ રેકોર્ડમાં પહેલાથી જ નોંધાયેલું છે.


સચિન તેંડુલકરે આ મુકામ સુધી પહોંચવા માટે 276 ઇનિંગ રમી હતી. સૌરવ ગાંગુલીએ 288 ઇનિંગમાં 11 હજાર રન પુરા કર્યાં હતા. વૈશ્વિક સ્તરે જોવામાં આવે તો વિરાટ કોહલી 11 હાજાર રન બનાવનારા વિશ્વના નવમાં ખેલાડી છે. વિરાટ કોહલીએ ટેસ્ટ મેચમાં 77 મેચની 131 ઇનિંગમાં 6,613 રન કર્યાં છે.

વનડે આંતરરાષ્ટ્રીય ક્રિક્રેટ : સૌથી ઓછી ઇનિંગમાં 11,000 રન

વિરાટ કોહલી (ભારત): 222 ઇનિંગ્સ
સચિન તેંડુલકર (ભારત): 276 ઇનિંગ્સ
રિકી પોન્ટિંગ (ઑસ્ટ્રેલિયા): 286 ઇનિંગ્સ
સૌરવ ગાંગુલી (ભારત): 288 ઇનિંગ્સ
જેક કેલીસ (દક્ષિણ આફ્રિકા): 293 ઇનિંગ્સ

READ ALSO

Related posts

ગ્લવ્સ હાથમાં આવતાં જ ખતરનાક બન્યો રાહુલ, પરસેવો છૂટી ગયો ઋષભ પંતનો

NIsha Patel

ગુજરાતમાં હવામાને ફળોના રાજા કેરીને પહોંચાડી મોટી અસર

Mayur

Video: બાઉન્ડ્રી પર રોહિત શર્માની ચાલાકી, હોંશિયારીથી આપ્યો ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!