GSTV
Cricket Sports Trending Videos Viral Videos

આઉટ થયા બાદ કોહલીએ કર્યો ભગવાનને સવાલ, જુઓ કોહલીના અનોખા રિએક્શનનો વીડિયો વાયરલ

RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અત્યારે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. એક સમયે નવી નવી રીતે રન બનાવનાર વિરાટ કોહલી IPLમાં અલગ-અલગ રીતે આઉટ થતો જોવા મળે છે. શુક્રવારે રાત્રે પંજાબ કિંગ્સ સામેની મેચમાં કોહલી શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે કવર ડ્રાઈવ પર ચગ્ગો અને છગ્ગો ફટકાર્યો હતો પરંતુ ચોથી ઓવરના બીજા બોલ પર તેની કમનસીબીએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. 

ઈનિંગની ચોથી ઓવર લઈને આવેલા કગીસો રબાડાએ બીજો બોલ ગુડ લેથ પર નાખ્યો અને બોલ કોહલીની કમર પર વાગ્યો હતો. સાથે જ આ બોલ શોર્ટ ફાઈન લેગની દિશામાં ઉભેલા રાહુલ ચાહરના હાથ સુધી પહોંચ્યો હતો. અમ્પાયરે કોહલીને નોટઆઉટ જાહેર કર્યો હતો પરંતુ પંજાબે રિવ્યૂની માંગ કરી હતી.  થર્ડ અમ્પાયરે સ્નીકો મીટરમાં જોયું કે બોલ કોહલીના ગ્લોબ્સના અમુક ભાગને સ્પર્શી ગયો હતો જેના કારણે અમ્પાયરે કોહલીને આઉટ જાહેર કર્યો હતો. વિરાટ કોહલી પણ પોતાના નસીબ પર વિશ્વાસ નહોતો કરી શક્યો. પેવેલિયનમાં પાછા ફરતી વખતે તેણે આકાશ તરફ જોયું અને જોરથી બૂમ પાડી ‘હે ભગવાન આ શું કરી રહ્યો છે ? કોહલીના વધુ એક ફિયાસ્કા બાદ કોહલીનું આ રિએક્શન ફેન્સની આંખો ભીની કરી દીધી છે. સાથે જ વિરાટ કહોલીને મેચમાં આવેલી કાળી બિલાડીને લઈને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. 

કહોલી મેચમાં આવેલી કાળી બિલાડીને લઈને થયો ટ્રોલ

મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં એક રસપ્રદ ઘટના જોવા મળી હતી. RCBની ઈનિંગ્સ શરૂ થઈ હતી જ્યારે એક કાળી બિલાડી સાઈટ સ્ક્રીન પર બેઠી હતી. આ બધું ઈનિંગની પહેલી જ ઓવરમાં થયું જ્યારે વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ ક્રિઝ પર હતા. આ કાળી બિલાડીના વીડિયો અને ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. સાથે જ વિરાટ કહોલીને આ કાળી બિલાડી અંગે ચાહકો દ્વારા ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. 

વિરાટ કહોલીને ચાહકો કાળી બિલાડી અંગે ટ્રોલ કરી રહ્યા છે કે, આ બિલાડી તમને ખરાબ નજરથી બચાવવા માંગે છે. તો એક યુઝર્સએ કહ્યું હતું કે, આ કાળી બિલાડીએ કાળો જાદુ કર્યો છે. અન્ય એક યુઝર્સએ કહ્યું હતું કે, આ બિલાડીના કારણે ખરાબ પ્રદર્શન જોવા મળ્યું છે. 

તમને જણાવી દઈએ કે,  પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા જોની બેરસ્ટો અને લિયામ લિવિંગસ્ટોનની અડધી સદીના આધારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સામે 209 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ સ્કોરનો પીછો કરતા RCB 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 155 રન જ બનાવી શકી હતી. પંજાબે આ મેચ 54 રને જીતીને પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી.

READ ALSO:

Related posts

કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ

Hardik Hingu

સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Zainul Ansari

મોટા સમાચાર / આફ્રિકા વિરુદ્ધ ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની ઘોષણા, ‘જમ્મુ એક્સપ્રેસ’ ખેલાડીની એન્ટ્રી

Hardik Hingu
GSTV