GSTV
Gujarat Government Advertisement

Video: ઋષભ પંતે 16 બોલમાં જ વેસ્ટ ઇન્ડીઝના બોલરને ધોઇ નાંખ્યો, જોવા જેવું છે કોહલીનું રિએક્શન

Last Updated on December 19, 2019 by Bansari

ટીમ ઇન્ડિયાના યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે વેસ્ટઇન્ડીઝ સામે બીજી વન ડેમાં તાબડતોબ બેટિંગ કરી. આ દરમિયાન જોરદાર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થયો.

વિશાખાપટ્ટનમના વાય એસ રાજશેખર રેડ્ડી એસીએ વીડીસીએ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પંતે 16 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી તાબડતોબ 39 રન બનાવ્યાં.

પ્રથમ મેચમાં 71 રનની શાનદાર ઇનિંગ રમનાર પંતે બીજી વન ડેમાં પણ ધૂંઆધાર ઇનિંગ રમીને આલોચકોનું મોઢુ બંધ કરી દીધું છે. તમામ આલોચનાઓનો સામનો કર્યા બાદ આ વિકેટકીપર બેટ્સમેને બીજી વન ડેમાં સાબિત કરી દેખાડ્યું છે કે તેની પાસે ક્ષમતા છે.

પંતના તાબડતોબ છગ્ગાને જોઇને ડ્રેસિંગ રૂમમાં બેઠેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ જોશ સાથે ઝૂમી ઉઠ્યો. કેપ્ટન કોહલીએ તાળીના ગડગડાટ સાથે ધૂંઆધાર ઇનિંગનો આનંદ લીધો. આ દરમિયાન તે ખૂબ હસતો જોવા મળ્યો હતો.

ભારતીય ઇનિંગની 46મી ઓવર પેસર શેલ્ડન કોટ્રેલ લઇને આવ્યો. આ ઓવરમાં બે છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી કુલ 24 રન બનાવ્યાં. ફક્ત બીજા જ બોલને પંત બાઉન્ડ્રીને પાર મોકલવામાં નિષ્ફળ રહ્યો. પંતે પહેલાં જ બોલ પર સિક્સર ફટકારી. આગામી બોલ પર પણ તેણે બેટ ફેરવ્યુ પરંતુ તેમાં તેને કોઇ રન ન મળ્યો. ત્રીજા બોલને પંતે થર્ડ મેન ઉપરથી ચોગ્ગા માટે રવાના કર્યો. બોલ તેના બેટની ઉપરી કિનારી લઇને ગયો. ચોથા બોલ પર ફરી એકવાર પંતે સિક્સર ફટકારી. ઋષભ પંત આટલેથી જ ન અટક્યો, તેણે પાચમા અને છઠ્ઠા બોલ પર પણ ચોગ્ગો ફટકાર્યો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!