GSTV

Big Breaking / ટી20 પછી RCBની પણ કેપ્ટનશીપ છોડશે વિરાટ કોહલી, મેચના એક દિવસ પહેલા આપી આ જાણકારી

Last Updated on September 19, 2021 by Zainul Ansari

વિરાટ કોહલી IPL 2021 પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ છોડી દેશે. RCBએ ટ્વીટ દ્વારા આ વાતની જાણકારી આપી છે. અગાઉ કોહલીએ જણાવ્યું હતુ કે તે આગામી મહિનાથી શરૂ થઇ રહેલા T20 વર્લ્ડ કપ પછી ક્રિકેટના સૌથી નાના ફોરમેટમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટશીપ છોડી દેશે. કોહલીએ કેપ્ટનશીપ છોડવાની જાણકારી આપતા જણાવ્યું કે આ IPL RCBના કેપ્ટન તરીકે તેની છેલ્લી સીઝન હશે. જોકે તે ટીમ સાથે જોડાયેલો રહેશે.

તેમણે કહ્યું હું આરસીબીના તમામ સમર્થકોનો મારા પર વિશ્વાસ કરવા અને મારો સાથ આપવા બદલ આભાર માનું છું. મારે એક મહત્વની જાહેરાત કરવાની છે. આજે સાંજે મેં ટીમ સાથે વાત કરી અને તેમને જણાવ્યું કે RCB કેપ્ટન તરીકે આ મારી છેલ્લી IPL હશે.

મેનેજમેન્ટ સાથે કરી વાત

તેણે કહ્યું મેનેજમેન્ટ સાથે આજે સાંજે જ વાત કરી. મારા મગજમાં આ વાત થોડા સમયથી ચાલી રહી હતી. તાજેતરમાં જ મેં ભારતની ટી20 કપ્તાની પણ છોડી દીધી છે. કામના વર્કલોડને કારણે આ કર્યું છે કારણ કે તે છેલ્લા કેટલાક વર્ષોમાં પૂરતું રહ્યું છે. આગામી વર્ષે મોટું ઓક્શન થવાનું હોવાથી RCB બદલાવમાંથી પસાર થવા જઈ રહ્યું છે. મેં મેનેજમેન્ટને જણાવ્યું છે કે હું આરસીબી સિવાય અન્ય ટીમમાં હોવાનો વિચાર પણ કરી શકતો નથી.

નહીં અપાવી શક્યો ખિતાબ

કોહલી 2008થી આઈપીએલ રમી રહ્યો છે અને પહેલી સીઝનથી આરસીબી સાથે છે. તેણે અત્યાર સુધી 199 મેચ રમી છે અને 37.97ની સરેરાશથી 6076 રન બનાવ્યા છે. તેના નામે પાંચ સદી અને 40 અર્ધી સદી છે. તે IPLમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તે 2013માં ટીમનો કેપ્ટન બન્યો હતો. તેના નેતૃત્વમાં ટીમ 2016માં IPLની ફાઇનલમાં પહોંચી હતી પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં કોહલીના હજુ સુધી આઈપીએલ ટ્રોફી નથી અપાવી શક્યો.

Read Also

Related posts

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari

Breaking / 28 ઓક્ટોબરથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસીય ગુજરાત પ્રવાસે, PM આવાસ યોજનાના ઉદ્દઘાટન સમારોહમાં આપશે હાજરી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!