ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઘર આંગણે રમાનારી ટી-20 મેચની સિરિઝ માટે રોહિત શર્માને કેપ્ટન બનાવાયો છે અને હવે એવી ચર્ચા શરુ થઈ છે કે, ન્યૂઝીલેન્ડ સામેની બે ટેસ્ટ મેચની સિરિઝ માટે પણ રોહિતને કેપ્ટન બનાવી શકાય છે. જો કોહલી બંને ટેસ્ટ નહીં રમે તો તે એ પછી સાઉથ આફ્રિકા સામેની સિરિઝ માટે ભારતીય ટીમ સાથે જોડાય તેવી શક્યતા પ્રબળ છે. બોર્ડના એક અધિકારીના મતે કોહલી પોતાનુ ફોર્મ પાછુ કેવી રીતે મેળવવુ તે માટે કેટલોક સમય ઈચ્છી રહ્યો છે.પરિવાર સાથે સમય વીતાવવાથી તેને આ માટે મદદ મળશે.
કોહલીએ બીસીસીઆઈ પાસેથી માંગી લાંબી રજા :
બીસીસીઆઈના એક અધિકારીએ મીડિયાને જણાવ્યુ હતુ કે, કોહલીએ નામિબિયા સામેની મેચ થયા બાદ જ બોર્ડ પાસેથી રજા માંગી હતી અને બીસીસીઆઈએ તેમને રજા માટેની મંજૂરી પણ આપી દીધી હતી. અધિકારીએ જણાવ્યુ હતુ કે, તે બીજી ટેસ્ટ માટે મુંબઈ ટીમમાં જોડાશે તેવી સંભાવના છે. વિરાટે કેપ્ટન તરીકે ટેસ્ટમા ખુબ જ સારો દેખાવ કર્યો અને ભારતને ઈંગ્લેન્ડમાં 2-1 થી બઢત અપાવી હતી પરંતુ, હવે તેણે તેની બેટિંગ પર પણ ધ્યાન આપવાની જરૂર છે.

અધિકારીના જણાવ્યા પ્રમાણે વિરાટે પોતાનું ફોર્મ કેવી રીતે પાછુ મેળવવુ? તેના પર મહેનત કરવાની જરૂર છે. પરિવાર સાથે સમય પસાર કરવાથી તમને ચોક્કસપણે મદદ મળશે. બીસીસીઆઈ કહે છે કે, ખેલાડીઓના કમ્ફર્ટ અમારા માટે પહેલુ પ્રાધાન્ય છે. જો આરજીંકીય રહાણે અને રોહિત શર્મા ઇન્ડિયા ટીમની સાથે રહેશે તો કોઈ વાંધો નહીં આવે.
વિરાટ ટેસ્ટ ટીમનો કેપ્ટન બની રહેશે :
જ્યારે એવું પૂછવામાં આવ્યું કે શું રોહિત શર્મા હવે ટેસ્ટ ટીમની કમાન પણ સંભાળશે? ત્યારે બીસીસીઆઈના અધિકારીએ તેને સ્પષ્ટપણે નકારી કાઢી હતી. તેમણે જણાવ્યુ કે, ટેસ્ટ મેચનો કપ્તાન કોહલી જ બની રહેશે અને ટીમમાં જોડાતાની સાથે જ તે ફરી જવાબદારી સંભાળશે. તેની ગેરહાજરીમાં આરજિંક્ય રહાણે ટેસ્ટ ટીમની કપ્તાની કરશે, જ્યારે રોહિત શર્મા વાઈસ કેપ્ટન રહેશે. આ ઉપરાંત રોહિત શર્મા ટી-20 મેચ માટે ટીમની કપ્તાની કરશે તો બીજી તરફ કેએલ રાહુલ વાઈસ કપ્તાની કરશે.
વન-ડે ટીમની કપ્તાની અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી :
હાલ અહેવાલો પરથી મળતી માહિતી મજબ વન-ડે ટીમની કપ્તાની અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. વિરાટ કોહલી હજુ પણ વન-ડે ટીમનો કપ્તાન છે. જાન્યુઆરી મહિનામા દક્ષિણ આફ્રિકા સિરીઝ પહેલા આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. બોર્ડના નજીક ના સૂત્રોએ જણાવ્યુ હતુ કે, વિરાટ ફક્ત થોડો સમય પોતાની ફેમિલી સાથે વિતાવવા ઈચ્છે છે અને તેમા કોઈ મોટો મુદ્દો નથી.

રોહિત શર્માને લઈને હજુ બીસીસીઆઈ તૈયાર નથી :
મળતી માહિતી મુજબ બીસીસીઆઈ રોહિત શર્માને જુદા-જુદા ફોર્મેટમા સ્વીકારવા માટે હજુ પણ તૈયાર નથી. બોર્ડની અંદર કેટલાક લોકો એવુ ઇચ્છે છે કે, કોહલી વનડે ટીમની કપ્તાની પણ છોડી દે અને માત્ર ટેસ્ટ ટીમની કમાન સંભાળે પરંતુ, બીસીઆઈ હજુ પણ આ બાબતને લઈને અસમંજસમા છે.
Read Also
- આઈફોન ખરીદવાનો શોખ હોય તો જલદી કરો, 1.19 લાખ રૂપિયામાં મળતો iPhone 13 Pro મળી રહ્યો છે સાવ સસ્તામાંઃ ખરીદવાની ઉત્તમ તક
- મ્યાનમાર : નોબેલ પુરસ્કાર વિજેતા આંગ સાન સૂ ચીને ભ્રષ્ટાચારના આરોપમાં 6 વર્ષની જેલ
- મોટા સમાચાર / નીતિશ સરકારમાં ‘મોટા ભાઈ’ની ભૂમિકામાં તેજસ્વી, આવતીકાલે 31 મંત્રીઓ લેશે શપથ
- ઈરાને સલમાન રશ્દી પર થયેલા હુમલામાં હાથ હોવાથી કર્યો ઇનકાર, લેખકના સહયોગીઓ પર મૂક્યો આરોપ
- ઓમિક્રોન વેરિઅન્ટ માટે પણ રસી બનાવવામાં આવી, બ્રિટને મોડર્નાની અપડેટ કરેલી રસી મંજૂર કરી