GSTV

“સચિન તેન્ડુલકરના બધા રેકોર્ડ તોડી દેશે વિરાટ કોહલી, પણ આ એક ક્યારેય અહીં તોડી શકે”

Last Updated on August 22, 2019 by

વિરાટ કોહલી અને સચિન તેન્ડુલકરની તુલના એ ક્રિકેટ પ્રેમીઓ માટે મનપસંદ વિષય બની ગયો છે. ક્રિકેટના મોટા ભાગના રેકોર્ડ્સ સચિનના નામે છે, જેમને ધીરે-ધીરે વિરાટ તોડી રહ્યો છે. આ જોતાં બંને સાથે બેટિંગ કરી ચૂકેલ વીરેંન્દ્ર સહેવાગે કહ્યું છે કે, વિરાટ ક્રિકેટના બધા જ રેકોર્ડ્સ તોડી શકે છે પરંતુ સચિનનો આ એક રેકોર્ડ ક્યારેય નહીં તોડી શકે.

તાજેતરમાં જ એક વેબસાઇટ સાથેની વાતચીતમાં સહેવાગે કહ્યું, “વિરાટ કોહલી અત્યારનો બેસ્ટ બેટ્સમેન છે. જે રીતે તે શતક બનાવી રહ્યો છે, તે બેસ્ટ છે. મને લાગે છે કે, તે સચિનના મોટાભાગના રેકોર્ડ્સ તોડી નાખશે, માત્ર એક રેકોર્ડ નહીં તોડી શકે, એ છે 200 ટેસ્ટ મેચોનો રેકોર્ડ. મને નથી લાગતું કે, અત્યાર સુધીમાં કોઇ 200 કરતાં વધારે ટેસ્ટ મેચ રમી શકે છે.”

વનડેમાં તેન્ડુલકરની ખૂબજ નજીક છે કોહલી
વિરાટ કોહલીના નામે 43 વનડે શતક છે અને તેને તેન્ડુલકરનો રેકોર્ડ તોડવા માટે મત્ર 7 શતકની જરૂર છે. તેન્ડુલકરના નામે 463 વનડે મેચમાં 49 શતક છે. આખા કરિયરની વાત કરવામાં આવે તો વનડેમાં 44.83 ની એવરેજથી રન બનાવ્યા છે. જ્યારે કોહલી 239 વનડેમાં 60.31ની જબરજસ્ત એવરેજથી રન બનવઈ રહ્યો છે.

ટેસ્ટ્સમાં વિરાટે 77 ટેસ્ટ મેચમાં 25 શતક બનાવ્યાં છે. સચિનના નામે 200 ટેસ્ટ્સની 319 પારીઓમાં 51 શતક છે. ટેસ્ટમાં ઘણા ફેન્સ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટિવસ્મિતને વિરાટ કરતાં વધારે સારો બેસ્ટ્સમેન માને છે. જોકે સહેવાગને લાગે છે કે, કોહલીને જોવાની વધારે મજા આવે છે.

સહેવાગનું માનવું છે કે, પૂર્વ લેગ સ્પિન અનિલ કુંબલેને ટીમનો મુખ્ય સિલેક્ટર બનાવવો જોઇએ. સહેવાગે કહ્યું, “કુંબલે કેપ્ટન બન્યા ત્યારે તે મારા રૂમમાં આવ્યા હતા અને કહ્યું, તમે જે રીતે રમો છો એમ જ રમતા રહો કારણકે આગામી બે સીરીઝ સુધી તમને ટીમમાંથી કાઢવામાં નહીં આવે. જેનાથી મારો આત્મવિશ્વાસ વધ્યો. મને લાગે છે કે કુંબલે પસંદગીકારના પદ માટે યોગ્ય ઉમેદવાર છે.”

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ભ્રષ્ટ ગેહલોત સરકાર શરુ કરી દે કાઉન્ટડાઉન, વર્ષ 2023માં બહુમતી સાથે બનશે ભાજપની સરકાર : અમિત શાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!