GSTV
Home » News » ‘વિરાટ કોહલી ફક્ત 1ને છોડીને દરેક રેકોર્ડ તોડી શકે છે’

‘વિરાટ કોહલી ફક્ત 1ને છોડીને દરેક રેકોર્ડ તોડી શકે છે’

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની આક્રમક બેટિંગના પ્રશંસકો ફક્ત ભારતમાં જ નથી, પરંતુ વિશ્વભરમાં છે. વિરાટની બેટિંગ સ્ટાઈલને પસંદ કરનારા લોકોની યાદીમાં એક નવુ નામ જોડાયું છે અને તે છે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્ટીવ વૉનું, જેમણે ભારતીય સુકાનીના વખાણ કર્યા છે. વૉનું માનવુ છે કે વિરાટ કોહલી લેજન્ડ ડૉન બ્રેડમેનની સરેરાશના રેકોર્ડને છોડીને ક્રિકેટના દરેક રેકોર્ડને ધ્વસ્ત કરી નાખશે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને વૉએ કહ્યું, ‘વિરાટ કોહલીમાં રમતની ભૂખ છે, તેમની ફિટનેસ કમાલની છે અને તેઓ દ્રઢ ઈચ્છાશક્તિ સાથે મેદાનમાં ઉતરે છે. તેઓ રમતને ખૂબ પસંદ કરે છે. જો તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત ના થાય તો મને લાગે છે કે તેઓ ડૉન બ્રેડમેનની સરેરાશને છોડીને દરેકના રેકોર્ડ તોડી નાખશે.

દિગ્ગજ બેટ્સમેન રહેલા બ્રેડમેને કારકિર્દીમાં 52 ટેસ્ટ મેચ રમી છે અને કુલ 6996 રન બનાવ્યા છે. તેઓ 1948માં કારકિર્દીની અંતિમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓવલ મેદાનમાં ખાતુ ખોલાવ્યા વિના જ આઉટ થયા હતાં, જેને કારણે તેમની બેટિંગ સરેરાશ 99.94ની રહી. કોહલી તાજેતરમાં 10,000 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર પાંચમો ભારતીય બેટ્સમેન બન્યો છે. તેમણે આ કમાલ ફક્ત 205 ઈનિંગમાં કરી બતાવી છે, જે અતિ મહત્વની છે.

ગૉડ ઑફ ક્રિકેટના નામથી જાણીતા સચિન તેંડુલકરના 10,000 વન-ડે આંતરરાષ્ટ્રીય રન 259 ઈનિંગમાં પૂર્ણ કર્યા હતાં. કોહલીના નામે વન-ડેમાં 38 સદી નોંધાયેલી છે, જે બીજા સૌથી ઝડપી સદી બનાવનાર બેટ્સમેન છે. સચિન 49 સદી સાથે આ યાદીમાં ટૉપ પર છે.

READ ALSO

Related posts

પેન્શન પર પણ મળશે બોનસ, 6 કરોડ લોકોને અસર કરશે EPFOના આ છે નવા નિયમો

Mansi Patel

Diwali 2019- દિવાળી પહેલાં ઘરે લઈ આવો કોડી, શ્રીયંત્ર સહિત આ 7 ચીજો, ક્યારેય નહિ થાય ધનની કમી

Mansi Patel

Hyundaiએ લોન્ચ કરી નવી સ્પેશલ Santro,ફિચર્સ અને કિંમતમાં આવ્યો બદલાવ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!