ઑસ્ટ્રેલિયામાં 8 રન બનાવીને દિગ્ગજોના ક્લબમાં સામેલ થઇ જશે કોહલી, ફક્ત 3 ખેલાડીઓના નામે છે આ રેકોર્ડ

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં વિરાટ કોહલી માત્ર 8 રન બનાવીને એક ખાસ ઉપલબ્ધિ હાંસલ કરી લેશે. તે ઓસ્ટ્રેલિયામાં 1000 ટેસ્ટ રન પૂરા કરનાર ભારતનો ચોથો ખેલાડી બની જશે. આ પહેલા સચિન તેંદુલકર, વીવીએસ લક્ષ્મેણ અને રાહુલ દ્રવિડ જ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટમાં 1000 રન બનાવી શક્યા છે.


વિરાટે 8 મેચમાં બનાવ્યા છે 992 રન

ઓસ્ટ્રેલિયામાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના નામે હાલમાં 16 ઇનિંગમાં 992 રન નોંધાયા છે. આ દરમિયાન તેણે 5 સેન્ચુરી અને 2 હાફ સેન્ચુરી બનાવી છે. તેની એવરેજ 62ની છે. હવે 8 રન કરતાની સાથે જ કોહલી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટમાં 1000 રન કરનાર ભારતનો ચોથો ખેલાડી બની જશે. તેની પાસે સીરિઝ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ રન કરવાની બાબતે લક્ષ્મ ણ અને દ્રવિડને પાછળ છોડવાની પણ તક છે, જે તેના હાલના ફોર્મને જોઈને ખૂબ સરળ લાગી રહ્યું છે.


સચિન તેંદુલકરના નામે છે સૌથી વધુ રન

ઓસ્ટ્રેલિયાના મેદાન પર સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર ભારતીયોની વાત કરીએ તો રિટાયરમેન્ટ લઈ ચૂકેલા સચિન તેંદુલકર આ લિસ્ટમાં સૌથી ઉપરના ક્રમે છે. માસ્તર બ્લાસ્ટરે 20 મેચની 38 ઇનિંગમાં 1809 રન બનાવ્યા છે જેમાં 6 સેન્ચુરી અને 7 હાફ સેન્ચુરી શામેલ છે. સચિને ટેસ્ટ કરિયરનો બીજો સૌથી બેસ્ટ સ્કોર 241 નોટ આઉટ ઓસ્ટ્રેલિયાના ગ્રાઉન્ડ પર જ બનાવ્યો હતો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter