GSTV

ધડાકો/ રોહિત શર્માને વાઇસ કેપ્ટન પદેથી હટાવવાની પ્લાનિંગ કરી રહ્યો હતો વિરાટ કોહલી, થયો આ ચોંકવાનારો ખુલાસો

કોહલી

Last Updated on September 17, 2021 by Bansari

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ગુરુવારે ટીમ ઈન્ડિયાના ટી 20 ફોર્મેટની કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી છે. વિરાટ કોહલી બાદ રોહિત શર્મા નવા ટી 20 કેપ્ટન બનશે. ટી 20 વર્લ્ડ કપ 2021 પછી કોહલી આ ફોર્મેટની કેપ્ટનશિપ છોડીને માત્ર પોતાની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. વિરાટ કોહલીએ ભારતની ટી 20 કપ્તાની છોડવાની જાહેરાત કર્યા બાદ એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.

રોહિતને વાઈસ કેપ્ટનશીપમાંથી હટાવવા માંગતો હતો કોહલી

હકીકતમાં, ન્યૂઝ એજન્સી પીટીઆઈમાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, વિરાટ કોહલી સિલેક્શન કમિટીમાં એક પ્રસ્તાવ લઈને ગયો હતો કે રોહિત શર્માને વનડે ટીમના વાઈસ કેપ્ટનપદેથી હટાવી દેવો જોઈએ, કારણ કે તે 34 વર્ષનો છે. તે ઈચ્છતો હતો કે વનડે ટીમના વાઈસ કેપ્ટન કેએલ રાહુલને બનાવવામાં આવે, જ્યારે પંતે ટી 20 ફોર્મેટમાં આ જવાબદારી નિભાવવી જોઈએ. સૂત્રોએ જણાવ્યું હતું કે, બોર્ડને કોહલીની આ રજૂઆત પસંદ ન આવી અને તેમનું માનવુ હતું કે કોહલી અસલ ઉત્તરાધિકારી નથી ઈચ્છતો.

કોહલી

કોહલી પાસે તમામ ખેલાડીઓનો સપોર્ટ નથી

રિપોર્ટ અનુસાર, હવે વિરાટ કોહલી પાસે ભારતીય ટીમના તમામ ખેલાડીઓનો સપોર્ટ નથી. વિરાટ કોહલીના ઘણા નિર્ણયો પર સવાલ ઉભા થઈ રહ્યા છે. વિરાટ કોહલી વિરુદ્ધ જુનિયર ખેલાડીઓને અધવચ્ચે છોડવાની પણ વાતો ચર્ચાઇ રહી છે. વિરાટ કોહલીએ ટી 20 વર્લ્ડકપ બાદ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો છે.

કોહલીની કેપ્ટનશિપ પર સવાલો ઉઠી રહ્યા હતા

લાંબા સમયથી કોહલીની કેપ્ટનશિપ અંગે સવાલો ઉઠી રહ્યા હતા, પરંતુ ગુરુવારે તેણે અચાનક ટ્વિટર પર તેની જાહેરાત કરી. બોર્ડે પછીથી તેની જાહેરાત કરી હતી. પરંતુ સવાલ એ ઉદ્ભવી રહ્યો છે કે આની પાછળનું કારણ શું છે? કોહલીએ અચાનક જ તેની કેપ્ટનશીપ કેમ છોડવી પડી. કોહલીના વર્તન પાછળ એક મોટું કારણ છે. પીટીઆઈએ તેના સૂત્રોને ટાંકીને કહ્યું કે, ‘વિરાટ સાથે સમસ્યા સંવાદની છે. મહેન્દ્ર સિંહ ધોનીનો રૂમ ચોવીસ કલાક ખુલ્લો રહેતો હતો અને કોઈપણ ખેલાડી અંદર જઇ શકતો હતો. તેની સાથે વિડીયો ગેમ્સ રમી શકતો હતો, ખાઈ શકતો હતો અને જરૂર પડે ત્યારે ક્રિકેટ વિશે વાત પણ કરી શકતો હતો. તેમણે કહ્યું કે, મેદાનની બહાર કોહલીનો સંપર્ક કરવો ખૂબ જ મુશ્કેલ કામ છે.

કોહલી

કોહલી ઇચ્છતો હતો કે પંત કે રાહુલ વાઇસ-કેપ્ટન બને

આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કોહલીએ સિલેક્શન કમિટી સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો કે રોહિતને વાઈસ કેપ્ટન પદ પરથી હટાવી દેવો જોઈએ. કોહલીએ કહ્યું કે, કારણ કે રોહિત 34 વર્ષનો છે, તેથી આ જવાબદારી એક યુવાને સોંપવી જોઈએ. કોહલી ખરેખર ઈચ્છતો હતો કે રિષભ પંત અથવા લોકેશ રાહુલને વાઈસ કેપ્ટન બનાવવામાં આવે.

BCCIને કોહલીનો આ અભિગમ પસંદ ન આવ્યો

સૂત્રએ કહ્યું કે, ‘બોર્ડને કોહલીનો આ અભિગમ પસંદ નહોતો. તેમનું માનવું હતું કે કોહલી ખરેખર કોઈ ઉત્તરાધિકારી નથી ઈચ્છતો. જો કોહલી ટી 20 કેપ્ટનશીપ છોડે તો રોહિત શર્માને આ જવાબદારી મળવાની લગભગ નિશ્ચિતત છે અને આવી સ્થિતિમાં પંત, રાહુલ અને જસપ્રીત બુમરાહ વાઇસ કેપ્ટનશિપ માટે દાવેદાર બની શકે છે. જો દિલ્હી કેપિટલ્સની ટીમ આઈપીએલ ચેમ્પિયન બને છે, તો પંત પણ વાઇસ-કેપ્ટન પદ માટે દાવેદાર બની શકે છે. સૂત્રએ કહ્યું કે, “પંતનો દાવો મજબૂત છે પરંતુ લોકેશ રાહુલને નકારી શકાય નહીં કારણ કે તે આઈપીએલના કેપ્ટન પણ છે. એટલું જ નહીં, ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પણ છુપારુસ્તમ સાબિત થઈ શકે છે.

Read Also

Related posts

Stock Market Closed / શેરબજારમાં જબરદસ્ત તેજી; સેન્સેક્સ 776 પોઈન્ટના ઉછાળા સાથે બંધ, નિફ્ટી 17400ના સ્તરે

Vishvesh Dave

મુંબઈ અટેક / 26/11 આતંકવાદી હુમલાને લઈ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીનો સનસનીખેજ દાવો, જણાવ્યું કોણ હતું ષડયંત્ર પાછળ

Zainul Ansari

BMPT Terminator : રશિયન સેનામાં તૈનાત થઈ આગ ઓકતી સુપર પાવરફુલ ટર્મિનેટર ટેન્ક, હવે દુશ્મનોની ખેર નથી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!