GSTV
Cricket Sports Trending

IPL 2008 બાદ ભટકી ગયો હતો કોહલી, આ કારણે ટીમે દેખાડી દીધો હતો બહારનો રસ્તો

કોહલી

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન અને અત્યારે સમગ્ર ક્રિકેટ જગતમાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેન તરીકે ખ્યાતિ પામેલો વિરાટ કોહલી ટેટૂનો શોખીન છે. તેના શરીર પર 16 ટેટૂ ચીતરાવેલા છે. કોહલીના માર્ગે ચાલીને ભારતીય ટીમના અન્ય ખેલાડીઓ પણ પોતાના શરીર પર ટેટૂ ચીતરાવી રહ્યા છે. જેમાં કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યા મુખ્ય છે.

આ કારણે કોહલીનું ધ્યાન ભટકી ગયું હતું

આ ટેટૂ અંગે વિરાટ કોહલીએ એક વાર એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે તેને આ માટે ઘણુ સહન કરવું પડ્યું હતું અને એક વાર તો ટીમના કોચની નારાજગી પણ સહન કરવી પડી હતી. ત્યાર બાદ તેની રમતમાં સુધારો થતાં અને શાનદાર રમત દાખવવાને કારણે તેને ટેટૂ બનાવવાની મંજૂરી મળી હતી. આ દરમિયાન કોહલીએ કબૂલ્યું હતું કે આઇપીએલ 2008 દરમિયાન તેનું ધ્યાન અન્યત્રે ભટકી ગયું હતું અને તેને ટીમમાંથી બહાર થઈ જવું પડ્યું હતું.

ipl

કોચે કોહલીને આપ્યો હતો ઠપકો

કોહલીએ જણાવ્યું હતું કે 16 વર્ષની ઉંમરે મને આ પ્રકારના ટેટૂનો શોખ હતો. એક વાર મારા કોચ આ જોઈ ગયા અને તેમણે મને ઠપકો આપ્યો હતો. ત્યાર બાદ મારે ટેટૂ બનાવવું હોય તો હું તેમની મંજૂરી માગતો હતો તેઓ કહેતા કે પહેલા મેદાન પર પ્રદર્શન કરીને આવ. સારું પ્રદર્શન કર્યા બાદ ટેટૂ બનાવજે. હવે તેઓ મને કાંઈ કહેતા નથી. હવે હું તેમને ટેટૂ હટાવવાનું કહું તો તેઓ જ મનાઈ કરે છે.

Read Also

Related posts

Bank Holidays/ જૂન મહિનામાં 12 દિવસ બંધ રહેશે બેંકો, બેંકિંગ સંબંધિત કામ અટકી ન જાય માટે જાણી લો રજાઓનું લિસ્ટ

Binas Saiyed

બોલીવુડ ફિલ્મને લઇ વધુ એક વિવાદ, હવે લાલસિંહ ચડ્ઢાની રિલીઝ પહેલા પોસ્ટર બાળ્યા

Damini Patel

થિયેટરોમાં માત્ર એક જ ફિલ્મની બોલબાલા, ધાકડ પછી આયુષ્માન ખુરાનાની અનેક પણ ખરાબ રીતે પીટાઈ

Damini Patel
GSTV