GSTV
Home » News » IND Vs NZ : રોહિતની સેન્ચુરી પૂર્ણ, વિરાટ આજે બનાવી શકે છે આ વિશ્વ રેકોર્ડ

IND Vs NZ : રોહિતની સેન્ચુરી પૂર્ણ, વિરાટ આજે બનાવી શકે છે આ વિશ્વ રેકોર્ડ

કાનપુરમાં ભારત  અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વન ડે વિશેષ બની રહેવાની છે જો વિરાટ કોહલી આજની મેચમાં સદી ફટકારશે તો તો એક નવો જ રેકોર્ડ બની શકે છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન  કેન વિલિયમસને આજની મેચમાં ટોસી જીતીને  ભારતીય ટીમને બેટિંગ કરવા આમંત્રિત કરી હતી.

બેટિંગની શરૂઆત કરતા ઓપનર શિખર ધવન માત્ર 14 રને આઉટ થઈ જતા  રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બાજી સંભાળી હતી. જેમા હાલમાં વિરાટના અંગત રીતે  64 રન થયા છે અને રોહિત શર્મા સદી ફટકારી ચૂક્યો છે. ત્યારે વિરાટ પાસે પણ  વિશ્વ રેકોર્ડ બનાવવાની તક છે જો  વિરાટ કહોલી આ મેચમાં  83 રન કરે છે તો તે તેના 9000 હજાર રન સૌથી ઝડપી બનાવનાર પ્રથમ ખેલાડી બનશે.

સૌથી ઝડપથી 9000 રન બનાવવાનો રેકોર્ડ હાલમાં દક્ષિણ આફ્રિકાના એબી ડિવિલયર્સના નામે છે જે તેણે વર્ષની શરૂઆતમા જ કર્યો હતો.  2017માં  વિરાટ કોહલી સૌથી વધારે રન બનાવનારો ખેલાડી બન્યો છે ડબેયૂ વર્ષથી માંડીને અત્યારસુધી વિરાટની સરેરાશ વન ડેમાં 40થી નીચે ગઈ નથી.અને તે 78.83ની સરેરાશથી આ વર્ષમાં 1,347 રન કરીચૂક્યો છે.

ઝડપથી નવ હજાર રન કરનારાની યાદીમાં  સચિન તેડુંલકર, મહેન્દ્ર સિંહ ધોની, રાહુલ દ્રવિડ, તેમજ જેક કોલિસ અને એબી ડિવિલયર્સ તથા વેસ્ટ ઇન્ડિઝના બ્રાયન લારા અને ક્રિસ ગેઇલનો સમાવેશ થાય છે.

Related posts

વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાના ફાસ્ટરોને ગણાવ્યાં દુનિયામાં નંબર-1, બોલીંગ આક્રમણને લઇને કહી આ મોટી વાત

Bansari

ઓસ્ટ્રેલિયન ટીમનો બીજો ક્રિકેટર બન્યો માનસિક તણાવનો શિકાર, ટેસ્ટ મેચ રમવાની જ ના પાડી ટીમમાંથી નીકળી ગયો

Mansi Patel

આજથી ઈન્દોરમાં પ્રથમ ટેસ્ટ : ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે જીતવા માટે હૉટ ફેવરિટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!