GSTV

ઋષભ પંતે કેચ છોડતાં આ ખેલાડીના નામની પડી બૂમો, કોહલીએ દર્શકોને આ રીતે કરાવ્યાં શાંત

Last Updated on December 9, 2019 by pratik shah

ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે તિરુવનંતપુરમ ટી-20 મેચ દરમિયાન ફરી એકવાર ભારતીય ફીલ્ડર્સે કેચ છોડ્યા. ભુવનેશ્નર કુમારની ઓવરમાં વોશિંગ્ટન સુંદર અને ઋષભ પંતે સતત લેંડલ સિમંસ અને એવિન લુઇસના કેચ છોડ્યાં.

જે સમયે સિમંસનો કેચ છૂટ્યો તે સમયે તે 6 રન પર હતો જ્યારે લુઇસ 16 રન બનાવીને રમી રહ્યો હતો. પંતે જ્યારે કેચ છોડ્યો તો મેદાનમાં બેઠેલા દર્શકોએ સંજૂ સેમસનના સમર્થનમાં ‘સંજૂ સંજૂ’ના નારા લગાવવાનું શરૂ કરી દીધુ. આ દરમિયાન વિરાટ કોહલીએ દર્શકો તરફ ઇશારો કરીને આમ ન કરવા કહ્યું.

સંજૂ સેમસન પણ વિકેટકીપર અને બેટ્સમને છે. તેને હજુ પણ પ્લેઇંગ ઇલેવનમાં રમવાની તક નથી મળી.

જણાવી દઇએ કે લેંડલ સિમંસની તોફાની ઇનિંગના દમ પર વેસ્ટઇન્ડીઝે રવિવારે ગ્રીનફીલ્ડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં ભારતને આઠ વિકેટે હરાવ્યું. આ જીત બાદ વીંડીઝે ત્રણ મેચની સીરીઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે.

પહેલાં બેટિંગ કરનાર ભારતે યુવા શિવમ દુબે (54)ની પ્રથમ આંતરરાષ્ટ્રીય અડધી સદીના દમ પર 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા. વીંડીઝે સિમંસની આગેવાનીમાં પોતાના બેટ્સમેનોનાં સંયુક્ત પ્રદર્શનના દમ પર 171 રનનો ટાર્ગેટ 18.3 ઓવરમાં હાંસેલ કરી લીધો.

જો કે સિમંસને વૉશિંગ્ટન સુંદરે કેચ છોડીને જીવનદાન આપ્યુ. આ જીવનદાનનો સિમંસે ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને 45 બોલમાં અણનમ 67 રનની ઇનિંગ રમી. તેની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા સામેલ છે. સિમંસ ઉપરાંત ઓપનિંગ બેટ્સમેન એવિન લુઇસને પણ જીવનદાન મળ્યુ. લુઇસનો કેચ વિકેટકીપર ઋષભ પંતે છોડ્યો. આ બંને કેચ એક જ ઓવરમાં ભુવનેશ્વરના બોલ પર છુટ્યાં. લુઇસે 35 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકારીને 40 રન બનાવ્યાં.

Read Also

Related posts

Health/ શરીરમાં Vitamin Dની વધુ માત્રા પણ કરી શકે છે બીમાર, આ લક્ષણ દેખાય તો થઇ જાઓ સાવધાન

Damini Patel

એક વ્યક્તિને 100થી વધુ સાપે ઘેરી લીધો, પાડોશીએ પોલીસને બોલાવી તો જોવા મળ્યો ચોંકાવનારો નજારો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!