‘વિદેશી બેટ્સમેન વધુ પસંદ હોય તો ભારત છોડો’ ફેન પર ભડક્યો કોહલી

સોશિયલ મીડિયા પર ટીમ ઇન્ડિયાના કેપ્ટનવિરાટ કોહલીનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે એક ફેનને દેશ છોડવાનીસલાહ આપતો દેખાઈ રહ્યો છે. જોકે તેની આ વાત કેટલાક ફેન્સને પસંદ ન આવી અને તેણેવિરાટને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ.

તમને જણાવી દઇએ કે, 5 નવેમ્બરે 30મો જન્મદિવસઉજવનારો વિરાટ T-20 સીરિઝમાં ભાગ ન લઈને આરામ કરી રહ્યો છે. તેના સ્થાને રોહિતશર્માને ટીમની કમાન સોંપવામાં આવી છે.

વીડિયોમાં કોહલી મોબાઈલમાં જોઈને વાંચતોદેખાઈ રહ્યો છે. તેને એક ફેને લખ્યું કે,‘તે એક ઓવરરેટેડ બેટ્સમેન છે. તેની બેટિંગમાં પણ કંઇપણ ખાસ દેખાતું નથી. મને આ ભારતીયોની તુલનામાં અંગ્રેજ અનેઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને રમતા જોવામાં વધારે મજા આવે છે.

આ અંગે વિરાટેપ્રતિક્રિયા આપી કે, ”મને નથી લાગતું કે તમારે ભારતમાં રહેવું જોઈએ. જાઓ, બીજે ક્યાંક જઇરહ્યો. તમે અમારા દેશમાં કેમ રહો છો અને બીજા દેશોને પ્રેમ કરો છો? ”

વિરાટ આગળ કહે છે કે,‘તમે મને પસંદ ન કરો… કંઈ વાંધો નથી.મને  થની લાગતું કે તમારે અમારા દેશમાં રહેવું જોઇએ અને બીજાની જેમ વિચારવું જોઇએ. તમે તમારી પ્રાથમિકતાઓ નક્કી કરો.’

ત્યારબાદ સોશિયલ મીડિયા પર કેટલાક ફેન્સ વિરાટની વિરુદ્ઘમાં તો કેટલાક તેના સમર્થનમાં ઉતરી આવ્યા. જુઓ વિરાટને સોશિયલ મીડિયા પર મળ્યાં કેવારિએક્શન….

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter