GSTV
Home » News » ‘હાઉઝ ધ જોશ?’ એર સ્ટ્રાઇક બાદ વિરાટે જણાવ્યું કેવો છે ટીમ ઇન્ડિયાનો મૂડ

‘હાઉઝ ધ જોશ?’ એર સ્ટ્રાઇક બાદ વિરાટે જણાવ્યું કેવો છે ટીમ ઇન્ડિયાનો મૂડ

ભારતીયો માટે મંગળવારની સવારે એક રાહતભરી ખબર આવી કે ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનમાં ઘુસીને જૈશ-એ-મોહમ્મદના આંતકીના ઠેકાણાઓનો ખાતમો બોલાવ્યો છે. ભારતીય વાયુસેનાના આ પગલાથી દેશમાં જશ્નનો માહોલ છે.

ટીમ ઇન્ડિયા પણ વાયુસેનાના આ પગલાથી જોશમાં આવી ગઇ છે અને બુધવારે બેંગલોરમાં તે ઓસ્ટ્રેલિયા સામે હિસાબ બરાબર કરવા ઉતરશે. વિરાટ કોહલી અને તેની ટીમના પ્રયાસ રહેશે કે તેની ટીમ સીરીઝને 1-1થી સરભર કરી શકે. કારણ કે પહેલી રોમાંચક મેચમાં ભારતીય ટીમે 3 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

ઓસ્ટ્રેલિયા સામે મુખ્ય મુકાબલા પહેલાં કેપ્ટન વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર ટીમ ઇન્ડિયાની ટ્રેનિંગ કરતી ફોટો શેર કરી છે. આ ફોટો સાથે તેણે ટીમ ઇન્ડિયાનો મૂડ દર્શાવતાં કેપ્શન લખ્યું, હાઉઝ ધ જોશ?

કેપ્ટન કોહલીએ ટીમ ઇન્ડિયા સહિત દેશની ભાવનાઓને પોતાના અંદાજમાં વ્યક્ત કરી. હાઉઝ ધ જોશ તાજેતરમાં જ રીલીઝ થયેલી ફિલ્મ ‘ઉરી’નો ફેમસ ડાયલોગ છે. આ ફિલ્મમાં 2016માં ઉરી હુમલા પર ભારતીય આર્મીના જવાબની કહાની દર્શાવવામાં આવી છે.

જણાવી દઇએ કે ભારતીય ટીમના પ્રયાસ બુધવારે બે મેચની ટી-20 સીરીઝમાં 1-1થી સરભર કરવાના રહેશે. વિશાખાપટ્ટનમમાં રમાયેલી પહેલી ટી-20માં ટીમ ઇન્ડિયાએ કાંગારૂઓ સામેની રોમાંચક મેચમાં 3 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. મહેમાન ટીમે આ મેચમાં છેલ્લા બોલ પર બાજી મારી લીધી હતી.

Read Also

Related posts

ભારતથી મળેલી હારથી બોખલાયા પાક ફેન્સ, પોતાના જ ખેલાડીઓને જાણો શું કહ્યું

Path Shah

WI VS BAN WC-2019: બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, વર્લ્ડકપમાં પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

Path Shah

નવી બાઇક લેતા પહેલા હેલ્મેટ ખરીદવું ફરજીયાત, આ રાજ્યએ બહાર પાડ્યો નવો નિયમ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!