GSTV
Cricket Sports Trending

આ સ્ટેડિયમમાં હશે વિરાટ કોહલીના નામનું સ્ટેન્ડ, અનાવરણની સાક્ષી બનશે ટીમ ઇન્ડિયા

આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં વેસ્ટઇન્ડીઝને બે મેચની સીરીઝમાં માત આપીને વીજયી શરૂઆત કરનાર ભારતીય ટીમ આગામી સીરીઝ પહેલા ગુરુવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે એકત્રિત થશે. દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાન પર એક ઇતિહાસ રચાશે, જેના સાક્ષી ભારતીય ટીમના તમામ ખેલાડી હશે.

હકીકતમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના નામ પર રાખવામાં આવેલા ખાસ સ્ટેન્ડનું અનાવરણ થશે જેની સાક્ષી સમગ્ર ભારતીય ટીમ બનશે. દિલ્હી તથા જિલ્લા ક્રિકેટ સંઘ ગુરુવારે વિરાટ કોહલીના નામે બનેલા સ્ટેન્ડનું અનાવરણ કરશે. ભારતીય ટીમ અહીં સાઉથ આફ્રિકા સામે રમાનાર ટી-20 સીરીઝ માટે એકઠી થશે.

virat kohli forbes

બોર્ડના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે ટીમ ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીમાં એકઠા થશે અને પછી સાઉથ આફ્રિકા સામે રમાનાર ટી-20 મેચ માટે ધર્મશાળા જશે. અધિકારીએ કહ્યું કે ટીમનો બ્રેક પૂરો થઇ રહ્યો છે. અહીથી આગામી દિવસે તેઓ ધર્મશાળા જશે. ટીમના નવા બેટ્સમેન કોચ વિક્રમ રાઠોડ પણ ટીમ સાથે જોડાશે. તે કોચિંગ સ્ટાફમાં નવો ચહેરો છે. તે સંજય બાંગરનું સ્થાન લેશે.

જણાવી દઇએ કે દિલ્હી એન્ડ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોશિએશનના અધ્યક્ષ રજત શર્માએ ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલવાની માગ કરી છે. રજત શર્માએ કહ્યું કે ફિરોજ શાહ કોટલા સ્ટેડિયમનું નામ ભાજપા નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીના નામ પર રાખવામાં આવે જે એક દશકથી વધુ સમય સુધી ડીડીસીએના ચેરમેનરહ્યાં છે. જણાવી દઇએ કે અરુણ જેટલીનું તાજેતરમાં જ નિધન થયું છે.

Read Also

Related posts

શેર બજારમાં અવિરત ઐતિહાસિક તેજી : સેન્સેક્સ નિફટી નવા શિખર પર પહોંચ્યા

Padma Patel

વર્લ્ડ નંબર ટુ બેલ્જીયમ ફિફા વર્લ્ડકપમાંથી બહાર: મોરક્કોએ રાઉન્ડ ઓફ 16માં એન્ટ્રી મેળવી

Padma Patel

સાયબર ફ્રોડ / ગઠિયાઓ આ અલગ અલગ કારણો આપી લોકોને બનાવે છે છેતરપિંડીનો શિકાર

Akib Chhipa
GSTV