કેપ્ટન વિરાટ કોહલીની શાનદાર સદીના દમ પર ભારતીય ટીમે સેન્ચૂરિયન ટેસ્ટમાં જબરદસ્ત વાપસી કરી છે. દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલા જ ટેસ્ટમાં મળેલી હાર બાદ વિરાટ કોહલી પર લગાતાર સવાલ ઉઠી રહ્યા હતા. પરંતુ કોહલીએ પોતાની બેટીંગના દમ પર તમામ ટીકાકારોને કડક સંદેશો આપ્યો છે.
સેન્ચૂરિયન ટેસ્ટમાં વિરાટે પોતાની 21મી સદી નોંધાવી, તેની સાથે કોહલીએ દક્ષિણ આફ્રિકાની જમીન પર બે કે તેનાથી વધારે સદી નોંધાવાના મામલે લાંબી છલાંગ મારી છે. કોહલીનો નંબર હવે સચિન બાદ આવે છે. ત્યારે કોઇપણ ભારતીય કેપ્ટનનો આ સર્વાધિક સ્કોર છે.
આ પહેલા પૂર્વ કેપ્ટન ધોનીએ આ ઉપલબ્ધિ મેળવી હતી. અહીં તમને જણાવી એ કે 2018માં વિરાટની આ પહેલી ટેસ્ટ સદી છે. 2017માં તેણે 5 સદી તથા તેમાંની 2 ડબલ સેન્ચ્યૂરી નોંધાવી હતી.
કેપટાઉન ટેસ્ટ મેચમાં હાર બાદ કોહલીના કેટલાક નિર્ણય કેટલાક પૂર્વ ખેલાડીઓન નિશાને હતા. પછી તે અજિક્ય રહાણેને બહાર કરવાનો નિર્ણય હોય, કે અન્ય નિર્ણય હોય.
તેના બાદ બીજી ટેસ્ટમાં પણ ટીમને લઇને કોહલી પર નિશાન સાધવામાં આવ્યુ હતું. વિરાટ કોહલીએ બીજી ટેસ્ટમાં ટીમમાં ત્રણ બદલાવ કર્યા હતા. તેની ટીકા કરવામાં આવી હતી.
આ નિર્ણયોની કરાઇ ટીકા
1 બે મેચોથી અજિક્ય રહાણેને બહાર રાખવો
2 પહેલી મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર ભૂવનેશ્વર કુમારને બહાર કરવો
3 એક જ મેચમાં ફેલ થવાને કારણે શિખર ધવનને બહાર કરવાની ભૂલભરેલો નિર્ણય લેવો.
4 ઇશાંત શર્માની પસંગગીને લઇને સવાલ, ઇશાંતને શમી-બુમરાહની જગ્યાએ રિપ્લેસ કરવો જોઇતો હતો.