GSTV
Home » News » IPL 2019: કલકત્તામાં આવી વિરાટ કોહલીની સુનામી, ધડાધડ બનાવી દીધાં આટલા ખાસ રેકોર્ડ

IPL 2019: કલકત્તામાં આવી વિરાટ કોહલીની સુનામી, ધડાધડ બનાવી દીધાં આટલા ખાસ રેકોર્ડ

વિરાટ કોહલીની શાનદાર ઇનિંગની મદદથી રૉયલ ચેલેન્જર્સ બેંગલોરે કલકત્તા નાઇટ રાઇડર્સને 10 રને હરાવી દીધું અને આઇપીએલ 2019માં પોતાની બીજી જીત નોંધાવી હતી. જો કે તે હજુ પણ પોઇન્ટ્સ ટેબલમાં છેલ્લા સ્થાને છે. આઇપીએલ 2019માં બેંગલોરો 9માંથી 2 મેચ જીતી છે. ગઇકાલની મેચમાં વિરાટ કોહલીએ કલકત્તાની વિરુદ્ધ સદી ફટકારી અને અનેક રેકોર્ડ્ઝ બનાવ્યાં.

તેમણે 58 બોલમાં 100 રનની ઇનિંગ રમી જેમાં તેણે 9 ચોગ્ગા અને 4 સિક્સર ફટકારી. કેપ્ટન તરીકે ડેવિડ વોર્નર, સચિન તેંડુલકર, વીરેન્દ્ર સહેવાગ અને એડમ ગિલક્રિસ્ટ 1-1 સદી ફટકારી ચુક્યા છે. કેપ્ટન તરીકે ટી20 ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ માઇકલ કિલંગરના નામે છે જેણે 6 સદી ફટકારી છે.

બેંગલોર તરફથી આઇપીએલમાં 13 સદી ફટકારાઇ છે જેમાંથી એબી ડિવિલિયર્સે 5 અને કોહલીએ 5 સદી ફટકારી છે. મનીષ પાંડેના નામે પણ એક સદી છે. કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી આઇપીએલમાં 11 સદી ફટકારાઇ છે અને આ મામલે તે બીજા નંબરે છે.

આઇપીએલમાં બીજી વાર એવું બન્યું જ્યારે વિરાટ કોહલી 100 રનના સ્કોર પર આઉટ થયો જે એક રેકોર્ડ છે. વિરાટ કોહલી ઉપરાંત યુસુફ પઠાણ, સચિન તેંડુલકર, સુરેશ રૈના, સિમંસ, મેક્કલમ, રાયડુ, વોર્નર અને કેએલ રાહુલ પણ 1-1 વાર 100 રનના સ્કોર પર આઉટ થઇ ચુક્યા છે.

આઇપીએલમાં સૌથી વધુ 6 સદી ક્રિસ ગેલના નામે છે. વિરાટ કોહલી 5 સદી સાથે આ મામલે બીજા નંબરે છે. કલકત્તા વિરુદ્ધ ગત 3 ઇનિંગ્સમાં વિરાટ કોહલીએ અનુક્રમે 68*,84 અને 100 રન ફટકાર્યા છે.

Read Also

Related posts

ભારતમાં મોદી સરકારને ફરી સત્તા મળતા પાડોશી પાકિસ્તાને કર્યું મિસાઇલ પરીક્ષણ

Mansi Patel

ગૌતમ ગંભીરનું ‘આતિશી’ ટ્વિટ, AAPને પણ ધોઈ નાખ્યું.

Arohi

આ કારણે નોર્થ ગુજરાતમાં કોંગ્રેસનો થયો કારમો પરાજય, ભાજપનો ગઢ 2019માં પણ અજય

Mayur
Do NOT follow this link or you will be banned from the site!