GSTV
Home » News » વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા સાથે પોસ્ટ કરી તસ્વીર, ફેન્સે આવા આપ્યા રિએક્શન

વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા સાથે પોસ્ટ કરી તસ્વીર, ફેન્સે આવા આપ્યા રિએક્શન

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પત્ની અને બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માની સાથે તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. વિરૂષ્કાની જોડીને આ ફોટો પર ફેન્સના ખુબ સારા રિએક્શન મળ્યા છે.

વિરાટ કોહલીએ અનુષ્કાની સાથે પોતાની તસ્વીર ટ્વીટ કરી છે. જેમાં અનુષ્કા એક ખુર્સી પર બેસી છે અને કોહલી તોના ખોળા પર આડો પડીને પોઝ આપી રહ્યો છે. કોહલીએ આ ટ્વીટનું કેપ્શન દિલ વાળા ઈમોજી સાથે આપ્યું છે. આ તસ્વીરમાં જ્યાં કોહલી શર્ટ-ટીશર્ટ વગર ખુબ ડેશિંગ દેખાઈ રહ્યો છે ત્યાં અનુષ્કા પણ ગોગલ્સની સાથે ખુબ સુંદર દેખાઈ રહી છે.

કોહલીની પોસ્ટ પર ફેન્સ ખુબ સારા કમેન્ટ્સ આપી રહ્યા છે. એક ફેને લખ્યું છે, ‘પ્રેમ હોય તો આવો, આ બન્ને લવ બર્ડ્સની જેવો.’ ત્યાં જ એક અન્ય ફેને લખ્યું છે, ‘સુપર કપલ, દુઆ છે હંમેશા સાથે રહો.’ તમને જણાવી દઈએ કે વિરાટ અને અનુષ્કા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને ફેન્સ સાથે મોટાભાગે પોતાની તસ્વીર શેર કરતા રહે છે. 15 સપ્ટેમ્બરથી ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે ટી-20 સીરીઝ શરૂ થવા જઈ રહી છે અને આ તસ્વીરને જોઈને એવું લાગી કહ્યું છે કે સીરીઝ પહેલા કોહલી અનુષ્કા સાથે થોડો સમય પસાર કરી રહ્યો છે.

Read Also

Related posts

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

સોસાયટીના નામે 540 કરોડનું કૌભાંડ કરનાર આરોપીઓના રિમાન્ડ મંજુર

Kaushik Bavishi

ટ્રાફિક નિયમનો ભંગ કરનાર યુવકોને ઉઠક બેઠક કરાવવી પીએસઆઈને પડી ભારે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!