GSTV
Home » News » B’day Special: 31 વર્ષના વિરાટ કોહલીએ 15 વર્ષના ‘ચીકુ’ને લખ્યો ખાસ પત્ર, વાંચીને તમે પણ થઇ જશો ભાવુક

B’day Special: 31 વર્ષના વિરાટ કોહલીએ 15 વર્ષના ‘ચીકુ’ને લખ્યો ખાસ પત્ર, વાંચીને તમે પણ થઇ જશો ભાવુક

ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી આજે 31મો જન્મ દિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે.કોહલીના ચાહકો પણ સોશ્યલ મીડિયા પર સેલિબ્રેશનના મેસેજ પોસ્ટ કરી રહ્યા છે ત્યારે કોહલીએ ફેન્સ સાથે પોતાનો એ લેટર શેર કર્યો છે જે તેણે પોતે જ પોતાની જાતને 16 વર્ષ પહેલા લખ્યો હતો.

જાણો આ લેટરમાં કોહલીએ પોતાને જ સંબોધીને શું લખ્યુ છે..

હાય ચીકુ,,

સૌથી પહેલા તો જન્મદિવસની શુભેચ્છાઓ.મને વિશ્વાસ છે કે, તારી પાસે ભવિષ્ય માટે બહુ સવાલ છે પણ હું માફી માંગુ છું કે, આ તમામ સવાલોના જવાબ અત્યારે નહી આપુ.કારણકે જ્યારે ખબર નથી હોતી કે ભાવિમાં શું છુપાયેલુ છે ત્યારે દરેક સરપ્રાઈઝ સારુ લાગે છે,દરેક પડકાર ઝીલવામાં રોમાંચ અનુભવાય છે અને દરેક નિરાશા એક પાઠ ભણાવે છે.આ વાતનો અહેસાસ તને આજે નહી થાય પણ મંજિલ પર પહોંચવાથી વધારે તેના પર પહોંચવાની મુસાફરી વિશેષ મહત્વ ધરાવે છે.તારી યાત્રા સુપર હશે.

જે હું તને બતાવીશ એ વાત એ છે કે, જિંદગીએ તારા માટે બહુ મોટુ વિચારેલુ છે.આ માટે તને મળનારી દરેક તક માટે તારે તૈયાર રહેવુ પડશે.તારે તને મળનારા દરેક અવસર માટે તૈયાર રહેવુ પડશે.એવુ કશું તુ ના લેતો જે તને આસાનીથી મળતુ હોય, નહીતર તુ એ જ રીતે ફેઈલ થઈશ જે રીતે બીજા થાય છે.પોતાની જાત સાથે વાયદો કરે કે તુ પડીને પણ ઉભો થવાનુ નહી ભુલે.કેટલાક લોકો તને પ્રેમ કરશે અને કેટલાક તને પસંદ નહી કરે પણ કેટલાક એવા હશે જે તને જાણતા પણ નહી હોય.તુ તેમની ચિંતા બિલકુલ ના કરતો અને પોતાનામાં વિશ્વાસ કરતો રહેજે.

હું જાણુ છું કે તુ એ શુઝ માટે વિચારતો હોઈશ જે આજે પાપાએ તને ગિફ્ટ નથી કર્યા, પણ તુ પપ્પાની ઝપ્પી સાથે તેની સરખામણી કરીશ ત્યારે એનુ કોઈ મુલ્ય નહી હોય.હું જાણું છું કે તેઓ ક્યારેક સ્ટ્રિક્ટ હોય છે પણ એ એટલા માટે કે એ તારા માટે સારુ ઈચ્છી રહ્યા છે.તુ વિચારતો હોઈશ કે ક્યારેક અમારા પેરેન્ટસ અમને નથી સમજતા પણ હંમેશા યાદ રાખજે કે , પરિવારના સભ્યો જ એવા છે જે કોઈ પણ અપેક્ષા વગર પ્રેમ કરતા હોય છે.માટે તું પણ તેમનુ સન્માન કર અને તેમની સાથે શક્ય હોય તેટલો વધારે સમય પસાર કરજે.પપ્પાને કહેજે કે તુ પણ તેમને બહુ પ્રેમ કરે છે.વારંવાર તેમને આવુ કહેજે અને અંતે હું કહીશ કે પોતાના દિલની વાત સાંભળ, પોતાના સપના માટે દોડ, દયાળુ રહે અને દુનિયાને બતાવ કે , મોટા સ્વપ્ના જોવા કેમ જરુરી છે અને હા એ પરાઠા માટે પણ વિચારજે જે આવાનારા દિવસોમાં એક લક્ઝરી બની જશે.

Read Also

Related posts

જમ્મુ કાશ્મીરમાં યુવકે બનાવી શાનદાર સ્નો કાર, ફોટો પડાવવા લોકોની પડાપડી થઈ

Ankita Trada

અમિત જેઠવા હત્યા કેસ : દીનુ બોઘાએ જામીન માટે કરી અરજી, કોર્ટ લીધો આ નિર્ણય

Nilesh Jethva

વીમાના વળતરના નામે મજાક : ખેડૂતને 25 હજારના નુકસાન સામે 100 રૂપિયાનો ચેક મળ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!