GSTV

ઇંગ્લેન્ડ રવાના થતા પહેલા વિરાટે ધોની-શિખર સાથે પોસ્ટ કરી આવી તસવીર, થઇ રહી છે વાયરલ

Last Updated on June 23, 2018 by Bansari

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ઇંગ્લેન્ડ પ્રવાસને લઇને ખૂબ જ ઉત્સાહિત છે. આઇપીએલ બાદ ક્રિકેટના મેદાન પર વાપસી કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. આશરે ત્રણ મહિના જેટલા લાંબા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા આજે ઇંગ્લેન્ડ માટે રવાના થઇ છે. ફ્લાઇટ ટેક ઑફ કરે તે પહેલા વિરાટે એક તસવીર શેર કરી છે જેમાં તેની સાથે શિખર ધવન અને મહેન્દ્ર સિંહ ધોની પણ જોવા મળી રહ્યા છે.

વિરાટે જેવી આ તસવીરે પોસ્ટ કરી તેના પર કમેન્ટ્સ આવાના શરૂ થઇ ગયા. વિરાટે જે તસવીર શેર કરી છે તેમાં તેની સાથે શિખર ધવન બેઠો છે અને તેની બાજુમાં ધોની. આ ફોટો ફેન્સને ખૂબ જ પસંદ વી રહી છે. ફેન્સે જ્યાં ટીમ ઇન્ડિયાને બેસ્ટ ઑફ લક કહ્યું છે તેવામાં ફેન્સે ટીમ ઇન્ડિયા પાસે ક્લીન સ્વિપની માંગ પણ કરી છે.

ભારતે પહેલી મેચ 27 જૂને આયરલેન્ડની સામે રમવાની છે .આયરલેન્ડની સામે બે મેચની 20-20 સિરિઝ બાદ ભારતે ઇંગ્લેન્ડ સામે ત્રણ-ત્રણ મેચની 20-20 અને વનડે સિરિઝ રમવાની છે. પ્રવાસના અંતે ઇંગ્લેન્ડની સામે પાંચ મેચની ટેસ્ટ સિરિઝ રમવાની છે.

Related posts

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાજોડાને લઇ એલર્ટ, મા ચામુંડા નામની બોટ પાણીમાં ડૂબી પણ 8 ખલાસીઓનો આબાદ બચાવ

pratik shah

અબજોપતિ એલન મસ્કે ટ્વીટરના નવા CEO પરાગ અગ્રવાલની સરમુખત્યાર સાથે કરી સરખામણી, નેટિઝન્સે લીધી મજા

Zainul Ansari

Stock Market Closed / શેરબજારમાં જબરદસ્ત તેજી; સેન્સેક્સ 776 પોઈન્ટના ઉછાળા સાથે બંધ, નિફ્ટી 17400ના સ્તરે

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!