GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ વિરાટે કરી પ્રેસ કોન્ફરન્સ, આ કારણે સ્મિથની માગી માફી

ઈન્ડિયાની ટીમે રવિવારે વર્લ્ડ કપ 2019માં ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવીને દર્શકોને ખુશ કરી દીધા હતા. શિખર ધવને સદી ફટકારીને ટીમને સારો સ્કોર અપાવ્યો હતો. જેને કાંગારું ટીમ પાર કરી શકી નહોતી.

અને જીત પછી પણ એવું બન્યું કે કોહલીએ ઓસ્ટ્રેલિયાના ખેલાડી સ્ટીવ સ્મિથની માફી માગી હતી. એવું બન્યું હતું કે ભારતીય ટીમ બેટિંગ કરી રહી હતી, ત્યારે સ્ટીવ સ્મિથ બાઉન્ડ્રી પર ફીલ્ડિંગ કરી રહ્યો હતો. ત્યારે પાછળ રહેલા ઈન્ડિયન ટીમના ફેન્સે હૂટિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. ફેન્સ વારંવાર તેને સ્ટીવ સ્મિથને ચીટર કહેતા હતા. આ બધું ત્યારે બન્યું જ્યારે વિરાટ કોહલી બોટિંગ કરી રહ્યો હતો. પછી કોહલીએ બેટિંગ છોડી ભારતીય ફેન્સ સામે ઈશારો કરીને હૂટિંગ ન કરવા કહ્યું હતું.

એટલું જ નહીં વિરાટે ફેન્સને વિનંતી કરી કે તે સ્ટિવ સ્મિથ માટે તાળિયો પાડે અને તેમનો જોશ વધારે. અને ત્યાર બાદ ફેન્સે એમ જ કર્યું. મેચ પૂરી થયા બાદ વિરાટે પ્રેસ કોન્ફરન્સ યોજી અને પૂરી માહિતી જણાવી. વિરાટે કહ્યું કે તે ક્રિકેટ રમી રહ્યા છે, અને જે પણ તેની સાથે થયું તે હવે જૂનું થઈ ગયું છે.

ભારતીય ટીમના સમર્થકો અહીંયા છે, એવામાં હું નથી ઈચ્છતો કે તેમના લીધે કંઈ પણ ખરાબ થાય અને ખોટું ઉદાહરણ સામે આવે. ભારતીય કેપ્ટને કહ્યું કે મને ખરાબ લાગ્યું છે અને મેં તેમને કહ્યું કે તે ફેન્સના કારણે હું માફી માગું છું. આ પહેલી મેચમાં પણ થયું હતું, જે બિલકુલ ખોટું છે. સ્મિથ સાથે જે થયું તે ખોટું છે, અને તેના માટે તે માફી માગી ચૂક્યો છે.

જણાવીએ કે સ્ટિવ સ્મિથ અને ડેવિડ વાર્નરનું નામ બોલને છેડછાડ કરવામાં આવ્યું હતું. જેના લીધે તેમની પર બેન લગાવવામાં આવ્યો હતો. હવે તે પાછો ટીમમાં જોડાઈ ગયો છે. વિરાટ કોહલીએ ભારતીય ફેન્સના કારણે માફી માગી તે માટે તેના વખાણ થઈ રહ્યા છે.

Read Also

Related posts

બહુચરાજી તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો, ભારે પવન અને ગાજવીજ સાથે મકાનના પતરા ઉડ્યા

Pravin Makwana

ખેડૂતો આનંદો : હવે સિંચાઈ માટે 10 કલાક વીજળી મળશે, ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય

Pravin Makwana

વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, અસહ્ય ગરમીથી લોકોને મળ્યો છૂટકારો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!