મોખરાની અભિનેત્રી કમ ફિલ્મ સર્જક અનુષ્કા શર્માને પરણ્યા પછી મારામાં પોઝિટિવ પરિવર્તન આવ્યું છે એમ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું.
‘યસ, લગ્ન પછી હું વધુ જવાબદાર થયો છું અને મારામાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે એમ હું માનું છું’ એવું વિરાટ કોહલીએ ક્રિકેટના વર્લ્ડ કપની સ્પર્ધા શરૃ થવાની પૂર્વસંધ્યાએ મિડિયા સાથે વાત કરતાં કહ્યું હતું.
વિરાટે કહ્યું કે લગ્ન માણસમાં એક નવી જવાબદારી ભરી દે છે. અન્ય જવાબદારીઓ કરતાં આ જવાબદારી અલગ પ્રકારની હોય છે. લગ્ન પછી માણસ દરેક બાબતને જુદી દ્રષ્ટિથી જોતો અને વિચારતો થઇ જાય છે. એના દ્રષ્ટિકોણમાં અલગ અંદાજ આવી જાય છે. માણસ એકલો હોય ત્યારે અને લગ્ન થઇ જાય ત્યારબાદ એના પરિપ્રેક્ષ્યમાં પણ ફેરફાર થઇ જાય છે.
તેણે કહ્યું કે ટીમના કેપ્ટન તરીકે પણ મારા સ્વભાવમાં પરિવર્તન આવ્યું છે અને હું દરેક ખેલાડીની નજરે પ્રશ્નોને સમજતો થયો છું. મારી રમત અને સાથીદારોને સમજવાની મારી દ્રષ્ટિમાં પણ ફેરફાર થયો છે.
Read Also
- SBIએ બદલ્યા ATMને લઇ નિયમો? 4થી વધુ ટ્રાન્ઝેક્શન પર લાગશે 173 રૂપિયાનો ચાર્જ
- Personal Loan: આ દસ્તાવેજનો ઉપયોગ કરી સરળતાથી લઈ શકો છો પર્સનલ લોન, આ રીતે કરો અરજી
- મોટા સમાચાર/ સિસોદિયાના ઘરે CBIના દરોડા બાદ એક્શનમાં દિલ્હી સરકાર, 12 IAS ઓફિસરની તાબડતોબ બદલી
- કામની વાત! આધાર કાર્ડને અપડેટ કરાવતા લેવાય છે બહોળો ચાર્જ, આવો અનુભવ તમને પણ થાય તો અહિં નોંધાવો ફરિયાદ
- લાલ સૂટમાં સપના ચૌધરીનો શાનદાર ડાન્સ, સોશિયલ મીડિયા પર વીડિયોએ મચાવી ધૂમ