GSTV

37 રન અને સચિન-લારાનો વધુ એક રેકોર્ડ હાંસિલ કરી લેશે વિરાટ કોહલી

Last Updated on June 27, 2019 by Alap Ramani

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી સૌથી ઓછી ઈનિંગ્સમાં 20 હજાર રન પૂરા કરવાની નજીક છે. આ કિર્તીમાન સ્થાપવાની સાથે જ વિરાટ કોહલી સચિન અને વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ભૂતપૂર્વ કેપ્ટન બ્રાયન લારાનો કિર્તીમાન ધ્વંસ કરી નાખશે. વિરાટ કોહલીને આ રેકોર્ડ માટે માત્ર 37 રન જોઈએ છે. તેની બેટીંગ જોતા લાગી રહ્યું છે કે વિશ્વ કપમાં જ તે આ કિર્તીમાન હાંસિલ કરી લેશે.

અત્યાર સુધી 415 ઈનિંગ્સ રમી

આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલી 19,963 રન બનાવી ચૂક્યો છે. રન બનાવવા માટે કોહલીએ 416 ઈનિંગનો સહારો લીધો છે . જો વેસ્ટઇન્ડીઝ સામે વિરાટ સફળ જાય અને સેન્ચુરી ફટાકારે તો આજે જ વિરાટ આ રેકોર્ડ પ્રાપ્ત કરી લેશે. આ સાથે જ સૌથી ઓછી ઈનિંગ્સમાં આ કિર્તીમાનની સીડી સુધી પહોંચનારો તે ક્રિકેટર બની જશે.

માત્ર ત્રણ બેટ્સમેન

આંતરાષ્ટ્રીય ક્રિકેટની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી આ લક્ષ્ય સુધી માત્ર ત્રણ બેટ્સમેનો જ પહોંચી ચૂક્યા છે. જેમાં ભારતના સચિન તેડુલકર અને વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારા સિવાય ઓસ્ટ્રેલિયાના લેજન્ડરી બેટ્સમેન રિકી પોન્ટીંગનો સમાવેશ થાય છે. જેણે ઓસ્ટ્રેલિયાને બે વિશ્વકપ અપાવ્યા હતા. જ્યાં તેડુલકરે 462 અને લારાએ 468 ઈનિંગ્સ જેટલો સમય લીધો હતો ત્યાં કોહલી તેમનાથી એવરેજ અને રનરેટથી પણ આગળ ચાલી રહ્યો છે.

પાકિસ્તાન સામે 11,000 રન

16 જૂનના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં વિરાટ કોહલીએ 77 રન ફટકાર્યા હતા. આ સાથે જ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલીએ 11,000 રનનો એવરેસ્ટ પણ સર કર્યો હતો. વિરાટે આ રન ક્રિકેટ ઈતિહાસમાં સૌથી ઝડપથી પૂર્ણ કરવાનો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો હતો.

Rashid Khan

લારા અને સચિન આ રીતે છે મહાન

ક્રિકેટ વિશ્વમાં કોહલી એક બાદ એક એમ અનેક વિક્રમો પોતાના નામે કરી રહ્યો છે. સચિન સિવાયના અન્ય ખેલાડીઓના રેકોર્ડ તે ક્યારનો પાછળ છોડી ચૂક્યો છે. પણ સચિન અને લારાના સમયે ટી ટ્વેન્ટી ન હતું. જેથી આ રેકોર્ડ આંકડાકિય રીતે નહીં તો બેટીંગ અને રનરેટની રીતે હજુ આ બે દિગ્ગજો પાસે જ છે. ઉપરથી કોહલીના સમયે ક્રિકેટ વિશ્વના સારા કહી શકાય તેવા ફાસ્ટ બોલરો નિવૃતિ લઈ ચૂક્યા હોવાથી કોહલી માટે હવે નવા રેકોર્ડ બનાવવા આસાન બની ગયા છે.

Read Also

Related posts

પાર્ટી ઓન? સુરતના ઉમરા વિસ્તારમાં ડીજે ના તાલમાં મગ્ન યુવા ધન ભૂલ્યા માસ્ક, કોરોના પણ ડાન્સમાં મસ્ત!

pratik shah

બોલિવુડ અભિનેતા રણદીપ હુડા ક્રાઈમ થ્રિલર સીરીઝમાં જોવા મળશે ડોનના રોલમાં, OTT પર રજુ થશે

pratik shah

વિડીયો/ હાથીએ બસ પર કર્યો હુમલો, IFSએ સમજદાર ડ્રાઈવરની કરી પ્રશંસા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!