GSTV
Home » News » ICC ટેસ્ટ રેન્કિંગ : કોહલી શીર્ષ સ્થાને યથાવત, નંબર-1 બન્યો આ બૉલર

ICC ટેસ્ટ રેન્કિંગ : કોહલી શીર્ષ સ્થાને યથાવત, નંબર-1 બન્યો આ બૉલર

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે શરૂ થવા જઇ રહેલી ચાર મેચોની ટેસ્ટ સીરીઝ પહેલા આઇસીસીએ ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું વર્ચસ્વ યથાવત છે. કોહલી હજુ પણ વિશ્વનો નમબર વન બેટ્સમેન છે.

આઇસીસી દ્વરા જાહેર કરવામાં આવેલા રેન્કિંગ અનુસાર કોહલી 935 અંક સાથે પ્રથમ સ્થાને છે. કોહલી બાદ બીજા નંબરે એક વર્ષના પ્રતિબંધનો સામનો કરી રહેલા ખેલાડી સ્ટીવ સ્મિથ છે. હાલ સ્ટીવ સ્મિથ પાસે કોહલીથી આગળ નીકળવાનો કોઇ ચાન્સ નથી.

કોહલી ઉપરાંત ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પુજારા છઠ્ઠા નંબરે છે. ટૉપ 10 બેટ્સમેનમાં ફક્ત એક ફેર પડ્યો છે તથા દિનેશ ચંડીમલના સ્થાને ઉસ્માન ખ્વાજા દસમા નંબરે આવી ગયો છે. આંજિક્ય રહાણે બે સ્થાન નીચે 19મા નંબરે આવી ગયો છે જ્યારે લોકેશ રાહુલ બે સ્થાન ઉપરની તરફ 24મા નંબરે પહોંચી ગયો છે.

જો બોલર્સની વાત કરીએ તો સાઉથ આફ્રિકાના કાગિસો રબાડાએ બાજી મારી છે. તેમણે ઇંગ્લેન્ડના જેમ્સ એન્ડરસનનું સ્થાન લીધું છે. તેનાથી એંડરસનને નવ અંકનું નુકસાન થયુ છે અને હવે તે રબાડાથી આઠ અંક પાછળ છે.

ભારતીય બોલરોની વાત કરીએ તો ઑફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ એક ક્રમ ઉપર સાતમા ક્રમે પહોંચી ગયો છે. રવિન્દ્ર જાડેજા હજુ પણ ભારતના નંબર વન બોલર છે. અશ્વિનને ટ્રેંટ બોલ્ટના આઠમા ક્રમે પહોંચવાનો ફાયદો મળ્યો છે.

Read Also

Related posts

ધોનીએ કરી લીધી છે સન્યાસની પૂરી તૈયારી, Videoમાં જુઓ શું છે ‘માહી’નો રિટાયરમેન્ટ પ્લાન

Dharika Jansari

પૂર્વ સૈનિકોની હેલ્થ સ્કીમમાં ગોટાળા, એક વર્ષમાં 500 કરોડ રૂપિયાના ખોટા બિલો બન્યા

Arohi

ઐશ્વર્યા-અભિષેક-સલમાનને લઇને વિવાદિત ટ્વિટ કરીને ફસાયો વિવેક ઓબેરોય, મહારાષ્ટ્ર મહિલા આયોગ કરશે કાર્યવાહી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!