GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

કોહલીએ હવે ટેસ્ટમાં એક સેન્ચુરી વધારે ફટકારી તો રિકી પોન્ટિંગ ભૂતકાળ બની જશે

વેસ્ટઈન્ડિઝની સામે એંટિગામાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી બેટિંગમાં કોઈ ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા. વિરાટ કોહલી પહેલી ઈનિંગમાં ફક્ત 9 રન બનાવીને જ આઉટ થઈ ગયા હતા.

પરંતુ બીજી ઈનિંગમાં વિરાટ કોહલી એક મોટી ઉપલબ્ધિ પોતાના નામે કરી શકે છે. કોહલી ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનો મોટા રેકોર્ડી બરાબરી કરી શકે છે.

કોહલી જો વેસ્ટઈન્ડિઝની સામે બીજી ઈનિંગમાં શતક મારે છે તો તે કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં પોન્ટિંગની 19 સદીના રેકોર્ડની બરાબર થઈ જશે.

કોહલીએ કેપ્ટન તરીકે 18 સદી ફટકારી છે.  જો તે વધુ એક શતક મારશે તો કેપ્ટન તરીકે શતક મારવાના મામલામાં પોટિંગ(19 સદી)ની બરાબરી કરી લેશે.

કેપ્ટન તરીકે સૌથી વધારે ટેસ્ટ શતક લગાવવાનો વર્લ્ડ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મિથના નામે છે. તેમણે કેપ્ટન તરીકે 109 ટેસ્ટ મેચોમાં કુલ 25 સદી ફટકારી છે. ગ્રીમ સ્મિથે તેમાંથી 56 ટેસ્ટ મેચોમાં 17 સદીઓ વિદેશી ધરતી પર મારી હતી. કોહલીના નામે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 25 શતક છે, જેમાં 6 ડબલ સેન્ચુરી સામેલ છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે 51 સેન્ચુરી સચિન તેન્દુલકરના નામે છે.

READ ALSO

Related posts

ના Hug કે ના Kiss! માસ્ક-ગ્લવ્સ સાથે હવે આ રીતે થશે ફિલ્મ-સીરિયલ્સની શૂટિંગ

Arohi

ચીન ભારત સામે યુદ્ધ કરવાની કરી રહ્યું છે તૈયારી , ઉપગ્રહની આ તસવીરોથી જ મોદી સરકાર છે એલર્ટ

Dilip Patel

જ્યારે આવા કપડાં પહેરીને ગાડીમાંથી ઉતરી આ હોટ એક્ટ્રેસ, લોકોએ કહ્યું- ‘પેન્ટ પહેરવાનું ભુલી ગઈ કે શું?’

Arohi
Do NOT follow this link or you will be banned from the site!