GSTV

ધોનીના એક અહેસાનના કારણે આજે સ્ટાર છે વિરાટ કોહલી, આજે પણ ભૂલી નથી શક્યો એ દિવસ


વિરાટ કોહલીને આજે પણ યાદ છે જ્યારે કેપ્ટન તરીકે મહેન્દ્ર સિંહ ધોનીએ તેનું સમર્થન કર્યુ હતું. વિરાટે સ્વીકાર્યુ કે ધોનીએ તેને ત્રીજા નંબરે અજમાવ્યો હતો, જે તે સમયે મોટી વાત હતી. ભારતીય કેપ્ટને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, જ્યારે હું ટીમમાં આવ્યો હતો ત્ટયારે તેની પાસે કેટલીક મેચ બાદ અન્ય ખેલાડીઓને અજમાવાનો વિકલ્પ હતો. જો કે મે તે તકનો લાભ લીધો પરંતુ મારા માટે આ પ્રકારનું સમર્થન મળવું ખૂબ જરૂરી હતું.

વિરાટે જણાવ્યું કે, તેમણે મને ત્રીજા નંબરે બેટિંગ કરવાની તક પણ આપી જ્યારે મોટાભાગના યુવાઓને ત્રીજા નંબરે બેટિંગ કરવાની તક નથી મળતી. જ્યારે એક તેજ મગજ એક શાનદાર પ્રદર્શન કરનારને મળે છે તો બંને એકબીજાનું ઘણું સન્મના કરે છે અને ધોની-કોહલીના સંબંધો તેનાથી અલગ નથી.

જણાવી દઇએ કે વન ડે ઇન્ટરનેશનલમાં વિરાટ કોહલી (2009-2019)એ ત્રીજા નંબરે બેટિંગ કરતાં અત્યાર સુધી 63.35ની સરેરાશથી 8743 રન બનાવ્યાં છે જેમાં તેની 34 સદી અને 39 અડધી સદી સામેલ છે. આ દરમિયાન તેમણે 94.14ના શાનદાર સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યાં છે. આ જ નંબરે તેમણે પોતાના વન ડે કરિયરનો ઉચ્ચતમ સ્કોર (183 રન) બનાવ્યાં છે.

કોહલીએ વધુમાં જણાવ્યું કે મેચની સ્થિતીને ધોની કરતાં સારી રીતે કોઇ નથી સમજી શકતું. વિકેટ પાછળ ધોનીની હાજરીથી કોહલી સીમારેખા પાસે ક્ષેત્રરક્ષણ કરી શકે છે કારણકે તે ઉમદા ક્ષેત્રરક્ષણની સાથે શાનદાર થ્રો પણ કરે છે. કોહલીએ જણાવ્યું કે મેચની રણનીતી માટે હું ધોની અને રોહિત શર્મા સાથે ટીમ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરુ છું.

Read Also

Related posts

ખામીયુક્ત એન્જિનને કારણે હ્યુન્ડાઈ-કિઆ મોટર્સને અધધ રૂ. 212 અબજનું નુકસાન : 17 લાખ કાર પાછી ખેંચી

Bansari

TikTok: પાકિસ્તાને આ શરતો સાથે ટિકટોક પરથી હટાવ્યો પ્રતિબંધ, 10 દિવસ પહેલા જ ચાઇનીઝ એપ કરી હતી બૅન

Bansari

કાળા બજારીઓએ માર્કેટમાં કૃત્રિમ અછત ઉભી કરતા, ડુંગળી બટાટાના ભાવ આસમાને પહોંચ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!