GSTV
Home » News » વિરાટ કોહલી જે પુસ્તક વાંચી રહ્યો છે તેના કારણે સોશિયલ મીડિયા પર ધબધબાટી મચી ગઈ છે

વિરાટ કોહલી જે પુસ્તક વાંચી રહ્યો છે તેના કારણે સોશિયલ મીડિયા પર ધબધબાટી મચી ગઈ છે

વેસ્ટઈન્ડિઝની સામે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝ પહેલાં મેચ દરમ્યાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ડ્રેસિંગ રૂમની બહાર ઈગો સાથે જોડાયેલી એક પુસ્તક વાંચતા દેખાયા હતા. પુસ્તક વાંચતા વિરાટ કોહલી કેમેરામાં કેદ થયા અને જલ્દીથી આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વિરાટ કોહલી Detox Your Ego નામની પુસ્તક વાંચી રહ્યા હતા. આ પુસ્તકમાં જીવનમાં આઝાદીની સાથે રહેવા અને પોતાની વાત મનાવવાના સ્ટેપ્સ આપવામાં આવ્યા છે.

સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીનાં આ ફોટો વાયરલ થયા બાદ ફેન્સે તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ છે. એક યુઝરે તો તેમની અને ભારતીય મહિલા ટીમની પૂર્વ કેપ્ટન મિતાલી રાજનો ફોટો એક સાથે પોસ્ટ કરતાં કમેન્ટમાં લખ્યુ છેકે, ભારતીય કેપ્ટનોમાં પુસ્તક વાંચવાનો ટ્રેન્ડ ચાલુ છે.

વિરાટ કોહલીને ટ્વીટરે આડે હાથ લીધા છે. તેનું એક કારણ વિરાટ કોહલી તેનાં આક્રમક સ્વભાવને કારણે મેદાનમાં ઓળખાય છે. એક યુઝરે વિરાટનો ફોટો શેર કરતાં લખ્યુ છેકે, મને લાગે છેકે,કોઈએ વિરાટને બિલકુલ યોગ્ય પુસ્તક ભેટમાં આપી છે.

કેટલાંક યુઝર્સે આને રોહિત શર્મા અને વિરાટની વચ્ચેનાં કથિત વિવાદની સાથે જોડતા લખ્યુ છેકે, આ પુસ્તકને રોહિત શર્માએ સ્પોન્સર કરી છે, તો એક યુઝરે લખ્યુ છેકે, વિરાટનેઆ પુસ્તક વાંચવી બહુજ જરૂરી હતી.

જણાવી દઈએકે, Detox Your Ego નામની આ પુસ્તક લેખક સ્ટીવન સેલ્વેસ્ટર છે. સ્ટીવન સેલ્વેસ્ટર પૂર્વ ક્રિકેટર રહ્યા છે. તેઓ ઈંગ્લિશ કાઉન્ટીમાં મિડલસેક્સ માટે ક્રિકેટ રમ્યા સિવાય ફૂટબોલ પણ રમતા હતા. બાદમાં સ્ટીવને લંડનની ગોલ્ડસ્મિથ યુનિવર્સિટીમાંથી મનોચિકિત્સાની ડિગ્રી લીધી હતી.

READ ALSO

Related posts

વાયરલ TikTok વીડિયો: લગ્નનું સર્ટિફિકેટ લઈને ઝહેર લેવા પહોંચ્યો વ્યક્તિ, પછી જે થયું….

NIsha Patel

સુરતના હિરાના વેપારીઓ માટે આખરે GST ખુશખબર લઈને આવ્યું

Mayur

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં લુણાવાડા બેઠક પર આ ઉમેદવારોના નામની ચર્ચા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!