GSTV
Home » News » Video : કઠુઆ કેસ પર રોષે ભરાયો વિરાટ કોહલી, કહ્યું-મને શરમ આવે છે કે….

Video : કઠુઆ કેસ પર રોષે ભરાયો વિરાટ કોહલી, કહ્યું-મને શરમ આવે છે કે….

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કઠુઆ ગેંગરેપ કેસને લઇને કેટલીક એવી વાતે કહી છે, જે તમને હચમચાવી મુકશે. સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં વિરાટે આ ઘટનાને શરમજનક કહી છે. વિરાટે કહ્યું કે તેને શરમ આવે છે કે તે આવા સમાજનો એક ભાગ છે.

કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની બાળકી આસિફા સાથે સામૂહિક બળાત્કાર બાદ હત્યાની ઘટના સામે આવ્યા બાદ દેશભરમાં લોકો વચ્ચે આક્રોશ ફાટી નિકળ્યો છે. બોલીવુડની તમામ હસ્તીઓ પણ આ ઘટનાને લઇને એકજૂટ થઇ ગઇ છે.

CRICKET.GSTV.IN

 

બોલીવુડ પર આસિફાને લઇને એક કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. હવે વિરાટ કોહલીએ પણ આ મામલે પોતાનો વિરોધ દર્શાવ્યો છે.

વિરાટે વિડિયોમાં કહ્યું છે કે, તમે આ ઘટનાને એ રીતે જુઓ કે ભગવાન ન કરે અને આવું કંઇ તમારા પરિવાર સાથે થાય તો શું તમે જોતા જ રહેશો કે પછઈ મદદ કરશો. મારો ફક્ત  આ જ સવાલ છે. આવી ઘટનાઓ ઘટે છે અને આપણે ફક્ત જોતા રહીએ છીએ. લોકોને લાગે છે કે આ બધુ ચાલતુ રહે છે અને તે યોગ્ય છે. એક બાળકી સાથે આવું થાય છે અને લોકો તેનો બચાવ કરવાનો પ્રયાસ કરે છે. તે ભયાનક છે. આ ખરેખર ખૂબ જ ડિસ્ટર્બિંગ અને શૉકિંગ છે. મને શરમ આવે છે કે હું આવી સોસાયટીનો એક ભાગ છું.

વિરાટે કહ્યું કે, આપણે આપણી વિચારધારા બદલવાની જરૂર છે. રિસ્પેક્ટફુલ બનો જયહિંદ.

Related posts

આડેધડ વિટામિન્સની ગોળીઓ લેવી પડશે ભારે, થઇ શકે છે કેન્સર જેવી ગંભીર બિમારી

Bansari

કોઇપણ કામમાં અડચણો આવતી હોય તો ધારણ કરી લો આ રત્ન, જાણો તેની ખાસિયત

Bansari

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!