GSTV
Gujarat Government Advertisement

ધોનીના સન્યાંસ પર આવું હતું કેપ્ટન વિરાટ કોહલીનું રિએક્શન, Tweet કરીને લખી આ વાત

ધોની

Last Updated on August 16, 2020 by Arohi

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસનું એલાન કરી દીધું છે. ધોનીએ સંન્યાસની ઘોષણા કર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીએ પણ ટ્વિટર પર ભાવુક પોસ્ટ લખી ધોનીના યોગદાનને યાદ કર્યો છે. વિરાટે પોતાના ટ્વીટમાં કહ્યું કે, તમે જે દેશ માટે કર્યું છે તે હંમેશા લોકોના દિલમાં રહેશે.

Tweet કરીને કહી આ વાત

ધોની
virat kohli dhoni

ટીમ ઈન્ડિયાના કેપ્ટને કહ્યું કે, દરેક ક્રિકેટરને એક દિવસે પોતાની યાત્રા સમાપ્ત કરવી પડે છે. તેમ છતાં જ્યારે તમે કોઈને ખૂબ જ નજીકથી ઓળખતા હોવ છો અને તે આ પ્રકારના નિર્ણયો લે તે ખૂબ ભાવુક કરી દે છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આગળ લખ્યું કે, તમારા તરફથી મળેલ પરસ્પર આદર અને હૂંફ હંમેશાં મારી સાથે રહેશે.

હું તમારા આગળ નતમસ્તક છું

વિરાટે આગળ લખ્યું કે દુનિયાએ સિદ્ધિઓ જોઈ છે, પરંતુ મેં તે વ્યક્તિત્વ જોયું છે. ભારતીય કેપ્ટન અંતમાં કહ્યું કે આ બધું છોડવા બદલ આભાર, હું તમારા આગળ નતમસ્તક છું. મહત્વનું છે કે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ધોનીની સાથે વર્લ્ડ કપ ખિતાબ જીતવાને સૌથી યાદગાર ક્ષણ ગણાવી હતી. સચિને ટ્વીટ કર્યું હતું કે ભારતીય ક્રિકેટમાં ધોનીનું યોગદાન ખૂબ મોટું છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર/ કોરોના કાળમાં આ વર્ષે 96 હજાર લોકોને નોકરી આપશે દેશની ટૉપ-5 IT કંપનીઓ

Bansari

પશ્ચિમ બંગાળમાં રાજકીય જંગ યથાવત, નંદીગ્રામ સીટની ચૂંટણી પ્રક્રિયાને મમતા બેનર્જીએ હાઇકોર્ટમાં પડકારી

Damini Patel

રાજકોટમાં મહિલા પોલીસે ઝડપ્યું કુટણખાનું, સગીરા સહિત મહિલાને નરાધમોની ચંગુલમાંથી બચાવ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!