GSTV
Home » News » વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાના ફાસ્ટરોને ગણાવ્યાં દુનિયામાં નંબર-1, બોલીંગ આક્રમણને લઇને કહી આ મોટી વાત

વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાના ફાસ્ટરોને ગણાવ્યાં દુનિયામાં નંબર-1, બોલીંગ આક્રમણને લઇને કહી આ મોટી વાત

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની ટીમના ફાસ્ટ બોલીંગના આક્રમણને દુનિયામાં સર્વશ્રેષ્ઠ ગણાવ્યું છે. તેણે કહ્યું કે તે ઇચ્છતો હતો કે ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર્સ સમગ્ર વિશ્વ ક્રિકેટ પર બાદશાહત કાયમ કરે અને આજે એવું જ થઇ રહ્યું છે.

જસપ્રીત બુમરાહના નેતૃત્વમાં ભારતના ફાસ્ટ બોલર્સે ગત એક વર્ષમાં ઉમદા પ્રદર્શન કર્યુ છે અને મજબૂતથી મજબૂત બેટિંગ ઓર્ડરને મુશ્કેલીમાં મુકી શકે છે. બુમરાહ ઉપરાંત ભારત પાસે મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, ભુવનેશ્વર કુમાર અને ઉમેશ યાદવ જેવા ફાસ્ટ બોલર્સ છે.

વિરાટ કોહલીએ કહ્યું કે, અમે ટોચ પર છીએ. અમારા બોલર્સ તેના હકદાર છે. જ્યારે અમે શરૂઆત કરી હતી અને હું જ્યારે કેપ્ટન બન્યો હતો ત્યારે ચર્ચા તે જ થતી હતી, હું આપણા બોલરોને વિશ્વભરમાં રાજ કરતાં જોવા માગુ છું. ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચની સીરીઝ રમવાની છે જેની શરૂઆત ગુરુવારથી અહીંના હોલ્કર સ્ટેડિયમમાં રમાનાર પ્રથમ ટેસ્ટ મેચથી થઇ રહી છે.

કોહલીએ કહ્યું કે, સ્પિન ક્યારેય સમસ્યા નથી રહી. બેટિંગ પણ નથી રહી. ઝહીર ખાન બાદ અને બાકીના દિગ્ગજો બાદ અમે વિચારી રહ્યાં હતાં કે અમે ટોચ પર કેવી રીતે આવી શકીએ અને પોતાના બોલીંગ આક્રમણમાં કઇ રીતે 20 વિકેટ લેવાની તાકાત પેદા કરી શકીએ.

તેમણે કહ્યું કે, તમે જુઓ કે તેણે કેવી રીતે બોલીંગ કરી. આ તેનો વિશ્વાસ હતો જેણે તેને અલગ બનાવ્યા. કોઇપણ પ્રકારની પિચ હોય, કોઇપણ પ્રકારના વિપક્ષી હોય, અમારા બોલરોને વિશ્વાસ છે કે તે પિચ પાસેથી વધુ મદદ લઇ શકે છે.

Read Also

Related posts

અમદાવાદ ફાયર વિભાગને મળ્યું આધુનિક ડ્રોન, કિંમત એટલી કે ટુ બીએચકે ફ્લેટ આવી જાય

Nilesh Jethva

સાઉથનાં ફિલ્મમેકર સાથે અભિનેતા અજય દેવગણે શરૂ કર્યું RRR ફિલ્મનું શૂટીંગ, 400 કરોડનું છે બજેટ

pratik shah

આ પ્રખ્યાત અભિનેત્રીએ હિંમતનગર ખાતે શક્તિ વીગને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!