આશરે ચાર મહિના બાદ હાર્દિક પંડ્યાની ટીમ ઇન્ડિયામાં વાપસી થઇ છે. ગત મહિને એક વિવાદને લઇને તે ચર્ચામાં રહ્યો હતો. પરંતુ મેદાન પર પરત ફર્યા બાદ તે પોતાના સર્વશ્રેષ્ઠ અવતારમાં નજરે પડ્યો અને કેપ્ટન કોહલીને પ્રભાવિત પણ કર્યા. ન્યૂઝીલેન્ડ સામેની પાંચ વનડે મેચોની સીરિઝમાં 3-0થી આગ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ માન્યુ કે, ”ટીમ ઇન્ડિયામાં પરત ફરનાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાના આવવાથી ટીમનું બેલેન્સ ઠીક થઇ ગયું.”
કેપ્ટન વિરાટ કોહલીએ મીડિયા સાથે કરેચલી વાતચીતમાં કહ્યુ કે, ”મને પંડ્યા ટીમમાં શામેલ થતા ખુશી થઇ છે, તે એક એવો ખિલાડી છે જે ટીમમાં સંતુલન જાળવી રાખે છે અને તે જે રીતે બૉલિંગ કરે છે તેના દર્શાવે છે કે પોતાની આવડતને વધુ સારી કરવા માટે સતત મહેનત કરે છે. તે ગ્રાઉન્ડ પર એજ વસ્તુઓ પર ધ્યાન આપે છે જેની જરૂર હોય.”
કોહલીએ આગળ કહ્યુ કે, ”પંડ્યા શરૂઆતથી ગંભીરતથી બૉલિંગ કરી રહ્યો હતો અને 2 વિકેટ લીધી, જે તે સમયે ખૂબ જ જરૂરી હતી. તે એવો ખિલાડી છે તે બૉલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગમાં પોતાનો મહત્વપૂર્ણ ફાળો આપે છે. જ્યારે તે ટીમમાં આવે છે ત્યારે સ્પષ્ટ પણ ટીમની બૉલિંગ અને બેટિંગ બેલેન્સ થઇ જાય છે, તે સાચ્ચી માનસિકતાને કારણે ટીમમાં શામેલ થયો છે અને મને આશા છે કે, તે સતત સારું પરફૉર્મન્સ આપશે.”
કેપ્ટન કોહલીનું તેમ પણ માનવું છે કે, ”પંડ્યાની પાસે જૂની યાદોને ભૂલીને એક સારો ક્રિકેટર બનવાનો સમય છે. જિંદગીની કોઇ પણ સ્થિતિમાં તમે કોઇ પણ બે બાબતો કરી શકો છો, ક્યાં તો સંપૂર્ણ રીતે નિરાશ થઇ શકો છો અથવા તો તે સ્થિતિથી શીખીને પ્રેરણા લઇને જો ખોટું કર્યુ છે તેને ઠીક કરી શકો છો. જો તમે એક ક્રિકેટર છો, તો ક્રિકેટથી વધારે સારી બાબત કોઇ નથી. તમારી પૂરી તાકાત તૈયારીમાં લગાવી લો અને જો તમે આ રમતને સન્માન આપશો તો આ રમત તમને સન્માનની સાથે બીજું ઘણું બધુ આપશે.”
કોહલીએ વધુમાં જણાવ્યું કે, ”તેમાં કોઇ રોકેટ સાયન્સ નથી કે વધુ કંઇ કરવાની જરૂર છે. જો આવી કોઇ ઘટના બને અને સકારાત્મક રીતે બહાર આવો છો તો તમારું કરિયર બદલાઇ જાય છે. ઇતિહાસમાં ઘણા લોકોની સાથે આ પ્રકારના પ્રસંગો બન્યા છે પરંતુ તેઓએ પોતાના કરિયરને અલગ રીતે સુધારીને મજબૂત ક્રિકેટર બન્યા છે. મને લાગે છે કે પંડ્યાએ આ વલણ અપનાવવું જોઇએ.”
જણાવી દઇએ કે ટીમ ઇન્ડિયા 9 વર્ષ પછ ન્યૂઝીલેન્ડની ધરતી પર વનડે સીરિઝ જીતવામાં સફળ રહી. છેલ્લે વખત કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન્સીમાં ન્યૂઝીલેન્ડની ધરતી પર 2009માં વનડે સીરિઝ જીતી હતી. મેજબાન ટીમની વિરુદ્ઘની ત્રીજી વનડેમાં હાર્દિક પંડ્યાને પણ ટીમમાં શામેલ કરવામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યાએ ટેલિવિઝન શો ‘કૉફી વિથ કરણ’ દરમિયાન મહિનાઓ પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી જેના કારણે તેણે સસ્પેન્ડ કરવામા આવ્યો હતો પરંતુ સસ્પેન્શન હટાવ્યા પછી તેણે ટીમમાં શામેલ કરવામાં આવ્યો છે.
Read Also
- કોમિડિયન સ્ટાર કપિલ શર્મા બન્યા પપ્પા, સુનિલ ગ્રોવરે ટ્વિટ કરીને આપ્યો આ મેસેજ…
- 2 મહિલાઓએ ગેંગરેપ થયો હોવાનો એવો ડ્રામા કર્યો કે પોલીસ દોડતી થઈ ગઈ, ખરેખર હદ થઈ
- Chhapaak Trailer લૉન્ચ દરમિયાન ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી દીપિકા, આ કારણે પોતાની જાતને સંભાળી ન શકી
- મારો પતિ બહાર હતો ત્યારે તેણે મને જબરદસ્તી….એક્ટ્રેસના આરોપ બાદ આ ફેમસ પાકિસ્તાની એક્ટર ભરાયો
- સેલ્ફીના ચક્કરમાં એક યુવતી સહિત ચાર લોકો ડુબ્યા, ફાયર ફાઈટર ઘટના સ્થળે