શહીદોના સન્માનમાં વિરાટ કોહલીએ લીધો મોટો નિર્ણય, જાણીને થશે ગર્વ

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના 40 જવાન શહીદ થયા છે. સમગ્ર દેશ આ ઘટનાના શોકમાં ડૂબેલો છે.  તેવામાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન પણ આ ઘટના બાદ આઘાતમાં છે. આ ઘટના બાદ વિરાટ કોહલીએ એક મોટો નિર્ણય લીધો છે.

વિરાટ કોહલીએ એક મોટો નિર્ણય લેતા તેના ફાઉન્ડેસન દ્વારા આપવામાં આવનાર ઇન્ડિયન સ્પોર્ટસ ઑનર પુરસ્કારોને રદ્દ કર્યો છે. હવે આ પુરસ્કાર પછીથી એનાયત કરવામાં આવશે. જણાવી દઇએ કે આ પુરસ્કાર 16 જાન્યુઆરી શનિવાર રોજ એનાયત કરવાના હતાં.

વિરાટ કોહલીએ આ નિર્ણય સીઆરપીએફ જવાનોની શહાદતને સન્માન આપતાં લીધો છે. તેણે ટ્વીટર પર આ અંગેની જાણકારી આપી છે. તેણે આરપી-એસજી સ્પોર્ટસ ઑનર ઇવેન્ટને રદ્દ કરવાની ઘોષણા કરી છે. તેણે ટ્વિટર પર લખ્યું કે, દુખની આ પળોમાં અમે આ ઇવેન્ટને રદ્દ કરી છે. આ ઇવેન્ટ આજે થવાની હતી.

અગાઉ વિરાટે આ હુમલાની નિંદા કરતાં લખ્યું હતું કે, સુરક્ષાકર્મીઓ પર થયેલા આ ઘૃણાસ્પદ હુમલાના કારણે હું આઘાતમાં સરી પડ્યો છુ. આ હુમલાની ખબર સાંભળ્યા બાદ મને દુખ થયુ છે. હું ઘાયલ સૈનિકોના જલ્દી સ્વસ્થ થવાની કામના કરૂ છું.

જણાવી દઇએ કે વીરેન્દ્ર સહેવાગ, રોહિત શર્મા, વીવીએસ લક્ષ્મણ, શિખર ધવન, સુરેશ રૈના, મોહમ્મદ કૈફ અને અન્ય ખેલ જગતની હસ્તિઓએ ટ્વિટર પર આ હુમલાની નિંદા કરી છે અને શહીદોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter