GSTV
Home » News » બ્રેક બાદ ફરી આવ્યો કોહલી, ગલી ક્રિકેટ રમી ખોલ્યો હાથ

બ્રેક બાદ ફરી આવ્યો કોહલી, ગલી ક્રિકેટ રમી ખોલ્યો હાથ

ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ઈન્દોરમાં 14 નવેમ્બરથી શરૂ થનાર ટેસ્ટ મેચ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ટીમ સાથે જોડાઈ ગયા છે. તેમણે મંગળવારે હોલકર સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ કરી હતી. બીસીસીઆઈએ તેમનો વીડિયો શેર કર્યો છે.

બાંગ્લાદેશની વિરૂદ્ધ ટી-20 સીરીઝ દરમિયાન વિરાટ કોહલી બ્રેક પર ગયો હતો. તેની ગેરહાજરી દરમિયાન રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સંભાળી હતી. ભારતે આ સીરીઝ 2-1થી જીતી હતી.

આ પહેલા મંગળવારે સવારે એક ફોટો શૂટ દરમિયાન વિરાટ કોહલી બાળકોની સાથે ગલી ક્રિકેટ રમતા નજરે આવ્યા હતા. આ દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યોં છે. કોહલીએ શહેરના બિચૌલી મર્દાના વિસ્તારની રહેવાસી ટાઉનશિપમાં એક ફોટોશૂટ દરમિયાન બાળકોની સાથે ગલી ક્રિકેટમાં હાથ અપનાવ્યો હતો.

આ દરમિયાન તેમણે બાળકો સાથે હંસી મજાક કરતા હલકા-ફુલકો સમય વિતાવ્યો હતો. ભારતના 31 વર્ષના કેપ્ટને આ દરમિયાન ચેકની શર્ટ અને જીન્સ પહેરી રાખી હતી.

આ વચ્ચે ભારત અને બાંગ્લાદેશની ટીમોએ હોલકર સ્ટેડિયમમાં અલગ-અલગ અભ્યાસ સત્રો દરમિયાન પરસેવો વહાવ્યો હતો. આ દરમિયાન કેટલાંય ક્રિકેટ પ્રેમી પોતાના ફેવરેટ ક્રિકેટરોની એક ઝાંખી મેળવવા માટે સ્ટેડિયમની આજુબાજુ ભેગા થયેલા જોવા મળે છે. ભારત અને બાગ્લાદેશની વચ્ચે બે ટેસ્ટ મેચો દરમિયાન પહેલો મુકાબલો 14થી 18 નવેમ્બરની વચ્ચે રમાવાની છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં બે ધારાસભ્યો આવી ગયા સામસામે : અસારવામા કોણ હપ્તા ઉઘરાવે છે તે ખબર છે

Nilesh Jethva

ઇફકો ખાતરની બોરીમાંથી નિકળી રેતી, ખેડૂતે વીડિયો કર્યો સોશિયલ મીડિયામાં વાયરલ

Nilesh Jethva

આરોપીને પકડવા ગયેલી એલસીબીની ટીમ પર લોકોએ કર્યો હુમલો, પાંચ જવાન ઘાયલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!