GSTV

T20 WC / કોહલીની જગ્યાએ આ બેટ્સમેન કરશે પારીની શરૂઆત, ટીમના મુખ્ય પસંદગીકારે કર્યો ખુલાસો

Last Updated on September 9, 2021 by GSTV Web Desk

17 ઓક્ટોબરથી ઓમાન અને યુએઈમાં યોજાનારા ટી 20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ટીમમાં 3 ઓપનરોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં રોહિત શર્મા, કેએલ રાહુલ અને ઇશાન કિશનના નામ સામેલ છે. કેપ્ટન વિરાટ કોહલીનું નામ ઓપનરોની યાદીમાં નથી. એટલે કે તે ત્રીજા કે ચોથા નંબર પર જ બેટિંગ કરશે.

રોહિત

ઉલ્લેખનીય છે કે કોહલીએ માર્ચમાં ઈંગ્લેન્ડ સામે ટી20 સિરીઝની છેલ્લી મેચમાં ઓપનિંગ કરી હતી. તેણે અડધી સદીની ઇનિંગ રમી હતી. મેચ બાદ કેપ્ટન કોહલીએ કહ્યું હતું કે તેને ટી20 માં ઓપનિંગ પસંદ છે. કોહલીના આ નિવેદન બાદ એવી અટકળો ચાલી રહી હતી કે કોહલી રોહિત શર્મા સાથે ટી-20માં ઓપનિંગ કરી શકે છે. પરંતુ મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ આ અટકળોનો અંત લાવી દીધો છે. તેમણે કહ્યું કે રોહિત અને રાહુલ વર્લ્ડ કપમાં અમારા મુખ્ય ઓપનર હશે, જ્યારે ઇશાન કિશન ત્રીજા ઓપનર હશે.

ઇશાન કિશને આ વર્ષે ટી20 અને વનડેમાં ડેબ્યુ કરતી વખતે અડધી સદી ફટકારી હતી. આ સાથે ગયા વર્ષે જ્યારે યુએઈમાં આઈપીએલ રમાઈ હતી, ત્યારે તે એક બેસ્ટ ઓપનર સાબિત થયો હતો.

ચેતન શર્માએ કહ્યું કિશન ઓપનિંગ સાથે મિડલ ઓર્ડરમાં કોઈપણ સમયે બેટિંગ કરી શકે છે અને તે ડાબા હાથનો બેટ્સમેન છે જે ખૂબ મહત્વનો છે. જો વિરોધી ટીમો પાસે લેગ સ્પિનર હોય તો ડાબા હાથના બેટ્સમેન ખૂબ મહત્વના બની જાય છે. આવી સ્થિતિમાં કિશન આપણને ઘણી તકો આપી રહ્યો છે. જો આપણને ચોક્કસપણે ઓપનરની જરૂર પડશે, તો તે તૈયાર છે, તેણે તેની પ્રથમ મેચમાં અડધી સદી પણ ફટકારી હતી. તે મધ્યમ ક્રમમાં સ્પિનનો સારો ખેલાડી છે.

જ્યાં સુધી કોહલી ઓપનિંગની વાત છે, ચેતન શર્માએ કહ્યું કે પસંદગીકારો માને છે કે તે મધ્ય ક્રમમાં જરૂરી છે. તેમણે કહ્યું કે જો ટીમ મેનેજમેન્ટને લાગે કે વિરાટને ઓપન કરવું જોઈએ, તો તે તેના પર નિર્ભર છે, પરંતુ અત્યારે અમારી પાસે ત્રણ ઓપનર રોહિત, રાહુલ અને કિશન છે. વિરાટ ટીમનો મૂલ્યવાન ખેલાડી છે. જ્યારે તે મિડલ ઓર્ડરમાં રમે છે ત્યારે ટીમ તેની આસપાસ રહે છે. ચેતન શર્માએ કહ્યું કે કિશન, રિષભ પંત પણ ટીમના બેકઅપ વિકેટકીપર બની જાય છે, તો રાહુલને ટીમમાં નિષ્ણાંત ઓપનર તરીકે પસંદગી કરવામાં આવી છે.

VIRAT-KOHLI

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ-કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (wk), ઇશાન કિશન (wk), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી.

સ્ટેન્ડબાય પ્લેયર્સ – શ્રેયસ અય્યર, શાર્દુલ ઠાકુર, દીપક ચહર.

Read Also

Related posts

Amazon ફરી વિવાદમાં/ તિરંગા વાળી ટી-શર્ટ અને જૂતા વેચવાના આરોપમાં જોરદાર વિરોધ, Twitter પર બૉયકૉટ કેમ્પેન થયુ ટ્રેન્ડ

Bansari

કામની વાત/ ગીઝર અને હીટર યુઝ કર્યા બાદ પણ ઓછુ આવશે વીજળીનું બિલ, બસ કરી લો આ 2 કામ

Bansari

થઇ ગઇ મોટી ભવિષ્યવાણી! ભારતનો આ ધાકડ બોલર મચાવશે તરખાટ, બનાવશે 1000 ટેસ્ટ વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!