GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

વિરાટની કમાણીનો આંકડો જાણશો તો આંખો પહોળી થઇ જશે, Forbesની લિસ્ટમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય બન્યો કોહલી

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી દુનિયામાં સૌથી વધુ કમાણી કરનારા એથલીટોની ફોર્બ્સ 2019ની યાદીમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય છે.

Virat Kohli

ફોર્બ્સની લિસ્ટ અનુસાર કોહલીએ એડવર્ટાઇઝમેન્ટથી 2.1 કરોડ ડોલર એટલે કે આશરે 150 કરોડ જ્યારે વેતન અને જીતથી આશરે 28 કરોડ રૂપિયાની કમાણી કરીને ગત 12 મહિનામાં કુલ 175 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

ગત વર્ષની આ યાદીમાં કોહલી 83મા ક્રમે હતો જ્યારે આ વર્ષે તે 100મા ક્રમે આવી ગયો છે. જો કે એડવર્ટાઇઝમેન્ટની તેની કમાણીમાં 10 લાખ ડોલરનો વધારો થયો છે.

જો કે કોહલી 100 લોકોની યાદીમાં અંતિમ સ્થાને છે. તેમાં પ્રથમ નંબરે બાર્સેલોના અને આર્જેન્ટિનાના સ્ટાર ફુટબોલર લિયોનલ મેસી અને બીજા નંબરે યુવેંટ્સના સ્ટાર સ્ટ્રાઇકર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો છે.

ટેનિસ સ્ટાર રોજર ફેડરર આ લિસ્ટમાં પાંચમા ક્રમે છે જેણે ગત 12 મહિનામાં 93.4 મિલિયન ડોલરની કમાણી કરી છે.

ટૉપ 100ની લિસ્ટમાં સ્થાન મેળવનારી એકમાત્ર મહિલા એથલિટ 23 વખત ગ્રેન્ડ સ્લેમ વિજેતા સેરેના વિલિયમ્સ છે. તે આ લિસ્ટમાં 63માં નંબરે છે. ગત વર્ષે આ લિસ્ટના ટૉપ 100માં કોઇ મહિલા સામેલ ન હતી. 

Read Also

Related posts

બંધ થઈ ગઈ સલમાન ખાનની ‘Kick-2’, હજી સ્ક્રીપ્ટ જ નક્કી નથી થઈ શકી

Arohi

રિયા ચક્રવર્તી સુશાંતને દવાઓનો ઓવરડોઝ આપતી હતી, બિહાર પોલીસનો આરોપ

Bansari

ચીનમાં એક મહિલા કરી રહી છે વિચિત્ર રોગનો સામનો, ફૂલેલા પેટનો જ વજન છે 19 કિલો

Karan
Do NOT follow this link or you will be banned from the site!