GSTV
Home » News » ફક્ત 22 રન અને કોહલીના નામે થઇ જશે આ અનોખો વર્લ્ડ રેકોર્ડ,પોન્ટિંગ-સ્મિથ જેવા દિગ્ગજોને છોડશે પાછળ

ફક્ત 22 રન અને કોહલીના નામે થઇ જશે આ અનોખો વર્લ્ડ રેકોર્ડ,પોન્ટિંગ-સ્મિથ જેવા દિગ્ગજોને છોડશે પાછળ

virat kohali

ટીમ ઇન્ડિયાટીમ ઇન્ડિયાત્યાં બીજી વન ડેની વાત કરીએ તો બીજી વન ડેમાં પણ ભારતીય ટીમની સ્થિતી મજબીત છે.

કેપ્ટન કોહલીની વાત કરીએ તો નાગપુરમા રમાનાર બીજી મેચમાં વિરાટ કોહલી પાસે વધુ એક રેકોર્ડ પોતાના નામે કરવાની તક છે. કોહલીએ કેપ્ટન તરીકે ઇન્ટરનેશન ક્રિકેટમાં (ટેસ્ટ, વન ડે અને ટી20)માં 158 ઇનિંગ્સમાં 8978 રન બનાવ્યાં છે.

તેવામાં જો તે આગામી 44 ઇનિંગ્સમાં 22 રન બનાવી લે તો તે કેપ્ટન તરીતે સૌથી ઝડપી 9000 રન બનાવનાર ખેલાડી બની જશે. જો કે તેની સંભાવના એ જ છે કે નાગપુર વન ડેમાં જ કોહલી આ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લેશે. કોહલીએ 46 ટેસ્ટમાં 4515 રન, 64 વનડેમાં 3857 રન અને 22 ટી-20માં 606 રન બનાવ્યાં છે. જ્યારે આ દરમિયાન તેણે 35 સદી પણ ફટકારી છે.

કેપ્ટન તરીકે સૌથી ઝડપી 9000 ઇન્ટરનેશનલ રન બનાવવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગના નામે છે. તેમણે 203 ઇનિંગમાં આ રેકોર્ડ હાંસેલ કર્યો. આ રેકોર્ડ તોડવા માટે કોહલી પાસે 44 ઇનિંગ્સ છે. પોન્ટિંગે 324 મેચમાં કેપ્ટન્સી કરતાં 41 સદી સાથે 15440 રન બનાવ્યાં હતાં.

હાલ આ લિસ્ટમાં સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રેમ સ્મિથ બીજા સ્થાને છે. તેમણે  220 ઇનિંગ્સમાં 9000 રન પૂરા કર્યા. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં તેમણે 286 મેચમાં કેપ્ટન્સી કરતાં 33 સદી સાથે 14878 રન બનાવ્યાં છે.

Read Also

Related posts

ટ્રમ્પ અને મેલેનિયાના સ્વાગતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ પ્રોટોકોલ તોડશે

Nilesh Jethva

નેહા કક્કર સાથે બ્રેકઅપ થયા બાદ પહેલીવાર બોલ્યો હિમાંશ કોહલી-મને ખલનાયક બનાવી દીધો, તો નેહાએ પણ આપ્યો વળતો જવાબ

Mansi Patel

ભારતીય ટીમના ધ વૉલના દિકરાની કમાલ, 2 મહિનામાં 2 વખત 2 સદી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!