GSTV
Home » News » IPL 2018 : વિરાટ સૌથી મોંઘો ખેલાડી, ધોની-રૈનાને ચૈન્નઇએ કર્યા રિટેન

IPL 2018 : વિરાટ સૌથી મોંઘો ખેલાડી, ધોની-રૈનાને ચૈન્નઇએ કર્યા રિટેન

ટીમ ઇન્ડિયાના પૂર્વ  કેપ્ટન મહેન્દ્ર સિંઘ ધોની વધુ એકવાર આઇપીએલની ચૈન્નઇ સુપર કિંગ્સની પીળા રંગની ટીશર્ટમાં જોવા મળશે. બે વર્ષ સુધી આઇપીએલથી બહાર રહ્યા બાદ ચૈન્નઇ સુપર કિંગ્સ ફરી વાપસી કરવા માટે તૈયાર છે. મહત્વપૂર્ણ છે કે મહેન્દ્ર સિંઘ ધોનીને 15 કરોડ રૂપિયામાં સીએસકેએ રિટેન કર્યો છે. તેમના સિવાય રવિન્દ્ર જાડેજા અને સુરેશ રૈના પણ ટીમમાં યથાવત રાખવામાં આવ્યા છે.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સની ટીમને પણ અકબંધ રાખવામાં આવી છે.

વિરાટ કોહલીની સાથે દુનિયાના ટોચના બેસ્ટમેનમાં એક એબી ડીવિલિયર્સને પણ આરસીબીએ રિટેન કર્યા છે.

ખાસ વાત છે કે વિરાટની રિટેન ફી 17 કરોડ રૂપિયા છે જે આઇપીએલમાં સૌથી વધારે છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથને રાજસ્થાન રોયલ્સે જાળવી રાખ્યો છે.

આ ઉપરાંત સ્ટાર બેસ્ટમેન જેવા કે રોહિત શર્મા અને ધુરંધર ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાને 3 વારની ચેમ્પિયન ટીમ મુંબઇ ઇન્ડિયન્સે રિટેન કર્યો છે.

ઓસ્ટ્રેલિયાના ધુરંધર બેસ્ટમેન ડેવિડ વોર્નર અને સ્ટાર ભારતીય પેસ ખેલાડી ભૂવનેશ્વર કુમારને સનરાઇઝર્સ હૈદરાબાદે રિટેન કર્યા છે.

દિલ્હી ડેયરડેવિલ્સે ઋષભ પંત, ક્રિસ મોરિસ અને શ્રેયસ અય્યરને રિટેન કર્યા છે. કિંગ્સ ઇલેવન પંજાબ અને અક્ષર પટેલની ટીમે જાળવી રાખ્યા છે. મુંબઇના જસપ્રીત બુમરાહને પણ ટીમમાં સ્થાન આપ્યું છે.

Related posts

5મી જુલાઈએ મોદી સરકાર પોતાના કાર્યકાળનું બીજુ બજેટ રજૂ કરશે, આ સેક્ટરને આપી શકે છે પ્રોત્સાહન

Mayur

પુલવામામાં સુરક્ષાબળો અને આંતકીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર

Mansi Patel

કોંગ્રેસના કદાવર નેતાઓએ સમજાવ્યા છતાં રાહુલ ગાંધી છોડશે અધ્યક્ષ પદ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!