GSTV
World

Cases
2843905
Active
2087392
Recoverd
340195
Death
INDIA

Cases
73560
Active
54441
Recoverd
3867
Death

મેદાન પર જ નહી સોશિયલ મીડિયાનો પણ ‘કિંગ’ છે કોહલી, સચિન-ધોની પણ છૂટ્યાં પાછળ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફૉલો કરવામાં આવનાર ક્રિકેટ ખેલાડીઓની યાદીમાં પ્રથમ સ્થાને છે. કોહલી આ દશકમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 હજાર રન બનાવી ચુક્યાં છે અને આ સિદ્ધી મેળવનાર તે એકમાત્ર ક્રિકેટર છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ તે ઘણા એક્ટિવ છે.

ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તેમના ત્રણ-ત્રણ કરોડથી વધુ ફૉલોઅર છે. સોશિયલ મીડિયા પર તે સૌથી વધુ ફૉલો કરવામાં આવતાં ક્રિકેટ ખેલાડી છે. આ યાદીમાં સચિન તેંડુલકર બીજા ક્રમે આવે છે. તેમના ટ્વિટર પર ત્રણ કરોડ, ફેસબુક પર 2.8 કરોડ અને ઇન્સ્ટાગ્રામ પર 1.65 કરોડ ફૉલોઅર છે.

મહેન્દ્ર સિંહ ધોની સોશિયલ મીડિયા પર એટલા એક્ટિવ નથી, પરંતુ તેમ છતાં તે ત્રીજા ક્રમે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 1.54 કરોડ, ટ્વિટર પર 77 લાખ ને ફેસબુક પર 2.05 કરોડ ફૉલોઅર છે.

તેના કરિયરમાં સૌથી શાનદાર પ્રદર્શન કરી રહેલા રોહિત શર્માના ત્રણ પ્લેટફોર્મ પર એક કરોડથી વધુ ફૉલોઅર છે. સુરેશ રૈનાના ટ્વિટર પર 1.67 કરોડ, ઇન્સ્ટાગ્રામ પર 90 લાખ અને ફેસબુક પર 31 લાખ ફૉલોઅર છે.

યુવરાજ સિંહ ટ્વિટર પર 47 લાખ, ઇન્સ્ટાગ્રામ પર 75 લાખ અને ફેસબુક પર 1.4 કરોડ ફૉલોઅર છે જ્યારે પૂર્વ સ્પિનર હરભજન સિંહના ટ્વિટર પર 1.01 કરોડ ઇન્સ્ટાગ્રામ પર 36 લાખ અને ફેસબુક પર 66 લાખ ફૉલોઅર છે. સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એબી ડિવિલિયર્સના ટ્વિટર પર 67 લાખ, ઇન્સ્ટાગ્રામ પર 854 લાખ અને ફેસબુક પર 36 લાખ ફૉલોઅર છે.

ભારતીય ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન ટ્વિટર પર 41 લાખ, ઇન્સ્ટાગ્રામ પર 48 લાખ અને ફેસબુક પર 89 લાખ ફૉલોઅર સાથે પછીના નંબર પર આવે છે. વેસ્ટઇન્ડીઝના ક્રિસ ગેલના ટ્વિટર પર 44 લાખ, ઇન્સ્ટાગ્રામ પર 28 લાખ ફેસબુક પર 78 લાખ ફૉલોઅર છે.

Read Also

Related posts

બે મહિનાના વિરામ બાદ વડોદરા એરપોર્ટ પર ફરી ધમધમાટ: દિલ્હી, મુંબઇ અને બેંગાલુરુની ફ્લાઇટનો પ્રારંભ

Bansari

અમદાવાદ : પોલીસમાં વધી રહેલા સંક્રમણને લઈને અધિકારીઓ માટે જાહેર કરાઈ સૂચના

Nilesh Jethva

લોકડાઉન : છૂટક બજારોમાં અનાજના ભાવ આસમાને, હોલસેલના વેપારીઓના કાળાબજાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!